- રેલવે અધિકારીઓએ સ્થિતિને પૂર્વવત કરી
- 3 કલાક સુધી ખોરવાયેલો રહ્યો ટ્રેન વ્યવહાર
- જેતલસર જંક્શન નજીક બની અકસ્માતની ઘટના
સૌરાષ્ટ્રમાં એક માલવાહક ટ્રેન આજે પાટા પરથી ઉતરી ગઈ હોવાની ઘટના સામે આવી છે. પોરબંદરથી રાજકોટ જતી ગુડ્ઝ ટ્રેન જેતલસર જંક્શન પાસેથી ટ્રેક પરથી ઉતરી ગઈ હતી. જેને લઈને રાજકોટ-વેરાવળ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો.
જેતલસર જંક્શન પાસે આજે એક માલવાહક ગાડી ટ્રેક ઉપરથી ઉતરી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. અહીં પેટ્રોલ ભરેલી ગુડ્ઝ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના કારણે રાજકોટ અને વેરાવળ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. આ ઘટનાની જાણકારી મળતાં જ ભાવનગર રેલવે ડિવિઝનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટ્રેન વ્યવહારને પૂર્વવત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. મહત્વનું છે કે આ બનાવ બપોરે 3.30 કલાકના સુમારે બનવા પામ્યો હતો. પરંતુ રાહતની વાત એ છે કે ટ્રેન પાટા પરથી ઉતરી હોવા છતાં કોઈ મોટું નુકસાન થવા પામ્યું નથી. નહીં તો પેટ્રોલ ભરેલી ટ્રેન હોવાથી મોટી દુર્ઘટનાની સંભાવના હતી.
પેટ્રોલ ભરેલી માલગાડી ગાડી પોરબંદરથી રાજકોટ જતા સમયે જેતલસર જંકશન પાસે ટ્રેક ઉપરથી નીચે ઉતરી હોવાના લીધે રેલવેનો વ્યવહાર ખોરવાતા રેલવે ડિવિઝનના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિનું આકલન કરીને તેને કંટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરી હતી. આ દરમિયાન લગભગ 3 કલાક સુધી ટ્રેનનો વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જો કે રેલવે સ્ટાફની કામગીરની લીધે રેલ વ્યવહાર પૂર્વવત થઈ ગયો હતો.
મહત્વનું છે કે આ ઘટનાની જાણકારી મળતાં જ ભાવનગર રેલવે ડિવિઝનના મોટા અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે આવવા માટે રવાના થઈ ગયો હતો અને ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને નિયંત્રણમાં લેવાની કવાયત હાથ ધરી હતી. આખરે 3 કલાકની કામગીરી અને લગભગ 1 હજાર કર્મચારીઓની મહેનત પછી આ સ્થિતિને નિવારી શકાઈ હતી.


