By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

Editor
Last updated: 2026/03/26 at 5:43 PM
2 hours ago
Share
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
SHARE

નાયરા એનર્જીનો ગ્રાહકોને ધગધગતો ડામ

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 મિડલ ઇસ્ટમાં ચાલતા યુધ્ધ વચ્ચે કંપનીના નિર્ણયથી સામાન્ય વર્ગના લોકોને ભારે હાલાકી : પેટ્રોલ રૂ.૯૯.૬૫ અને ડિઝલ રૂ.૯3.૦૭એ પહોંચ્યું

 આજે સવારથી જ નવા ભાવની અમલવારી : નાયરાના ભાવ વધારાથી સરકાર સંચાલિત પંપો પર ગ્રાહકોની ભીડ વધશે

રાજકોટ સહિત દેશભરમાં ૭૦૦૦થી વધારે ફયુલ સ્ટેશનો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

મિડલ ઇસ્ટમાં ચાલતા યુધ્ધની અસર ભારતમાં દેખાઇ રહી છે. પેટ્રોલ અને ડિઝલની અછતની અફવા ચાલી રહી છે. સ્ટોક પૂરતા પ્રમાણમાં હોવાનો દાવો કરાઇ રહ્યો છે. છતાં લાંબી લાઇનો લાગી રહી છે. ત્યારે નાયરા કંપની દ્વારા પેટ્રોલમાં રૂ.પ.3૦ અને ડિઝલમાં રૂ.3નો તોતીંગ વધારો ઝીંકવામાં આવ્યો છે.

દેશમાં મોંઘવારીનો વધુ એક ડામ જનતાને લાગ્યો છે. રશિયન કંપની રોસનેફ્ટ (Rosneft) દ્વારા સંચાલિત ખાનગી પેટ્રોલ પંપ ચેઈન નાયરા એનર્જી એ તેના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. આ ભાવ વધારો આજે સવારે 6 વાગ્યાથી (6 AM) સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવ્યો છે. આ અચાનક થયેલા વધારાને કારણે વાહનચાલકો અને ખાસ કરીને ટ્રાન્સપોર્ટરોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

નવા ભાવ મુજબ, પેટ્રોલ (Petrol) માં પ્રતિ લિટર 5 રૂપિયા સુધીનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જૂનો ભાવ રૂ.94 હતો, જે વધીને હવે રૂ.99 પર પહોંચી ગયો છે. જ્યારે ડીઝલ (Diesel) માં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જૂનો ભાવ રૂ.90 હતો, જે હવે રૂ. 93 (Ninety-Three) થયો છે. સામાન્ય રીતે સરકારી ઓઈલ કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઈલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) ના ભાવમાં મોટો ફેરફાર જોવા મળતો નથી, પરંતુ નાયરા જેવી ખાનગી કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (Crude Oil) ના ભાવ અને ઓપરેશનલ ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં જ્યાં નાયરાના પંપ આવેલા છે, ત્યાં આજ સવારથી જ નવા ભાવના બોર્ડ લાગી ગયા છે. ઘણા વાહનચાલકો જે સવારે રિફ્યુઅલિંગ માટે પહોંચ્યા હતા, તેઓ આ અચાનક થયેલા 5 રૂપિયાના વધારાથી ચોંકી ઉઠ્યા હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં નાયરા (Nayara) ના પંપ વધુ સંખ્યામાં છે, ત્યાં ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો પર આર્થિક બોજ વધશે. આ વધારા બાદ સરકારી પંપ અને નાયરાના પંપ વચ્ચેના ભાવમાં મોટો તફાવત ઊભો થયો છે.

 

જીવનજરૂરી ચીજવસ્તુઓ પર ભાવ વધારાની પડશે અસર

નિષ્ણાતોનું માનવું છે કે રશિયા-યુક્રેન સંઘર્ષ અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં આવતી અડચણોને કારણે ઈંધણના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે. નાયરા એનર્જી તેની રિફાઇનરી વાડીનાર ખાતે ધરાવે છે, જે જામનગર નજીક આવેલી છે. ખાનગી કંપનીઓ માટે કાચા તેલની પડતર કિંમત અને રિટેલ વેચાણ વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બનતા આ ભાવ વધારો અનિવાર્ય બન્યો હોય તેમ જણાય છે. જોકે, આ વધારાની અસર જીવનજરૂરી ચીજવસ્તુઓના પરિવહન ખર્ચ પર પણ પડી શકે છે.

 

ગ્રાહકોની મુશ્કેલી વધશે

સામાન્ય રીતે લોકો ખાનગી પંપ પર સારી ગુણવત્તા અને ચોકસાઈની આશાએ જતા હોય છે, પરંતુ ₹5 જેવો મોટો ભાવ તફાવત હવે ગ્રાહકોને સરકારી પંપ  તરફ વળવા મજબૂર કરી શકે છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન મુજબ, ડીઝલમાં રૂ. 3 નો વધારો માલસામાનની હેરફેર મોંઘી બનાવશે, જેની સીધી અસર જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પડી શકે છે.

 

વાડિનાર નાયરા રિફાઇનરીમાં 3પ દિવસનું શટડાઉન

નાયરા એનર્જી એપ્રિલની શરૂઆતથી લગભગ 35 દિવસ માટે તેની કામગીરી બંધ કરવાની યોજના બનાવી રહી છે. જો આવું થશે તો દેશની રિફાઇનિંગ ક્ષમતાનો લગભગ 8% ભાગ અસ્થાયી રૂપે બંધ થઈ શકે છે અને સ્થાનિક ફ્યુઅલની ઉપલબ્ધતા પર દબાણ વધી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મુખ્ય રશિયન કંપની ROSNEFT દ્વારા સમર્થિત નાયરા એનર્જી એપ્રિલની શરૂઆતથી લગભગ 35 દિવસ માટે કામગીરી સ્થગિત કરવાની તૈયારીમાં છે.

આ મેન્ટેનન્સ કામ એવા સમયે હાથ ધરવામાં આવી રહ્યું છે જ્યારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને યુએસ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે તેલ અને ગેસની ઉપલબ્ધતા પહેલાથી જ ઘટી ગઈ છે. ઈરાનને લગતા સંકટથી ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને LPGની આયાત પહેલાથી જ પ્રભાવિત થઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની પાસે શટડાઉન સમયગાળા દરમિયાન તેના ફ્યુઅલ સ્ટેશનોને પૂરતો પુરવઠો જાળવવા માટે પૂરતો સ્ટોક અને ઉત્પાદન રિઝર્વ છે. જ્યારે રિફાઇનરી બંધ થવી એક સામાન્ય ઘટના છે અને અન્ય રિફાઇનર્સ સામાન્ય રીતે પુરવઠાની સાતત્ય સુનિશ્ચિત કરવા માટે તેમના કામકાજને સમાયોજિત કરે છે. વર્તમાન પરિસ્થિતિઓ પડકારજનક સાબિત થઈ શકે છે. તો એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF), પેટ્રોલ અને ડીઝલ જેવા ઉત્પાદનોના વૈશ્વિક ભાવમાં વધારો થયો છે, જ્યારે ભારતમાં રિટેલ ફ્યુઅલના ભાવ સ્થિર રહ્યા છે. પરિણામે રાજ્ય માલિકીની અને ખાનગી રિફાઇનરી કંપનીઓ બંને ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતને કારણે નુકસાન સહન કરી રહી છે.

You Might Also Like

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
ગોંડલ

ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ

Editor By Editor 2 days ago
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?