કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ આ બાબત પર વધારે માહિતી આપતા જણાવ્યું છે કે આવનારા થોડા સમયમાં PFના પૈસા ઉપાડવાની પ્રક્રિયા એકદમ સરળ થવાની છે.
માર્ચ 2026 સુધીમાં મળશે સુવિધા
કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે માર્ચ 2026 સુધીમાં PF એકાઉન્ટથી સીધા UPI અને ATMથી પૈસા ઉપાડવાની સુવિધા શરૂ કરવામાં આવશે. આ નવી વ્યવસ્થા પછી PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા બેંક માંથી પૈસા ઉપાડવા જેટલી સરળ થઈ જવાની છે. સરકારે PFને UPI અને ATM સાથે જોડવાની તમામ તૈયારીઓ કરી લીધી છે.
ATM દ્વારા PFના પૈસા ઉપાડી શકાશે
મનસુખ માંડવિયાએ વધારે વિગત આપતા જણાવ્યું કે હવે PF ધારકો માર્ચ મહિના સુધીમાં કર્મચારીઓ ATM દ્વારા PFના પૈસા ઉપાડી શકશે. મનસુખ માંડવિયાએ કહ્યું કે પહેલાજ PF એકાઉન્ટને બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ સાથે લિંક કરી દેવામાં આવ્યા છે અને હવે થોડા સમયમાં PF એકાઉન્ટને ડેબિટ કાર્ડ અને ATM વિકલ્પ સાથે પણ જોડી દેવામાં આવશે જે બાદ કર્મચારીઓ કોઈપણ સમયે તેમના પીએફના 75 ટકા પૈસા ATMમાંથી ઉપાડી શકાશે.
PF ખાતાઓને UPI સાથે લિંક કરાશે
મનસુખ માંડવિયાના જણાવ્યા મુજબ PF ખાતાને UPI સાથે લિંક કરવા માટે સૌથી મહત્વપૂર્ણ આવશ્યકતા સક્રિય UAN એટલે કે યુનિવર્સલ એકાઉન્ટ નંબર હશે. વધુમાં, સભ્યનો આધાર, બેંક ખાતું અને PAN UAN સાથે લિંક થયેલ હોવા જોઈએ. મોબાઇલ નંબર પણ આધાર અને બેંક ખાતા સાથે લિંક થયેલ હોવો જોઈએ, કારણ કે સમગ્ર પ્રક્રિયા OTP-આધારિત ચકાસણી પર આધારિત હશે અને આ સુવિધા EPFO સભ્ય પોર્ટલ અને UMANG એપ બંને પર ઉપલબ્ધ હશે.
આ પણ વાંચો: આ વખતે રિયલ એસ્ટેટમાં જબરદસ્ત બૂમ રહી, જાણો ક્યા શહેરમાં રહ્યા સૌથી વધુ પ્રોપર્ટી રેટ


