ડોક્યુમેન્ટ ચકાસણી બાદ સેટઅપ તૈયાર હશે તો કનેકશન ઝડપી મળી જશે
PGVCL સહિત ચારેય વીજ કંપનીમાં ઓગષ્ટ-૨૦૨૩થી શરૂ કરવામાં આવેલ CPC(સેન્ટ્રલાઈઝ પ્રોસેસીંગ સેન્ટર)ની ગાડી પાટે ચડી ગઈ છે. હવે તેમાં PGVCL દ્રારા નવો ઉમેરો કરી બે કલાક, બે દિવસ નામની સુવિધા શરૂ કરવામાં આવતા અરજી કર્યાના બે દિવસમાં જ LT(હળવા) જોડાણ ફટાફટ મળી જશે.
અગાઉ નવા કનેકશન માટે ૧૫-૧૫ દિવસનું વેઈટીંગ હતું. પરતું સીપીસી શરૂ કરવામાં આવતા બેકલોગ ઘટી ગયો છે. કારણ કે, સીપીસી માટે ૨૫ કર્મચારીઓનું અલગથી સેટઅપ ઉભું કરવામાં આવ્યું છે. જે તમામ ૧૨ સકલમાંથી આવતી તમામ અરજીની ચકાસણી કરી મંજૂરી આપે છે.હવે કોઈ પણ અરજદાર કનેકશન માટે ઓનલાઈન અરજી કરે તો સૌ પ્રથમ બે કલાકમાં અરજીનો નંબર આપી જે તે કચેરીને મોકલી સ્થળ તપાસ કરવામાં આવશે. તે પછી ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે. તેમાં કોઈ પ્રશ્ન ન હોય તો અરજદારના જોડાણના સ્થળ આસપાસ વીજળીનું સેટઅપ તૈયાર હશે તો સીધુ કનેકશન મંજૂર કરી દેવામાં આવશે. છેલ્લા છ મહિનામાં સીપીસીમાં દૈનિક ૨૦૦થી૬૦૦ અરજી એક દિવસમાં નિકાલ કરવામાં આવ્યો છે. આજની સ્થિતિએ ઝીરો પેન્ડસી છે.