રાજકોટ જિલ્લાના ગોંડલમાં PGVCLના એક કોન્ટ્રાક્ટ કર્મચારીનું વીજ લાઇનના સમારકામ દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૂળ રાજસ્થાનનો વતની અને ગોંડલમાં PGVCLમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતો યુવાન વીજ લાઇનના સમારકામ માટે વીજ પોલ પર ચડ્યો હતો.
રાજસ્થાનના યુવાનનું વીજપોલ પર જ મોત
જ્યારે તે કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ ગયો હતો. હાઈવોલ્ટેજ કરંટ લાગવાને કારણે યુવાનનું વીજ પોલ પર જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સમારકામ ચાલતું હોવા છતાં અચાનક વીજ પ્રવાહ કેવી રીતે શરૂ થયો તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ઘટનામાં તંત્રની બેદરકારી હોવાની આશંકા પણ સેવવામાં આવી રહી છે.


