- ફિલીપાઈન્સના પશ્ચિમ ભાગમાં સતત જવાળામુખી ફાટવાની અને બીજી કુદરતી હોનારતે સર્જાતી હોય છે
- ભૂકંપને લીધે સુનામીની કોઈ ચેતવણી નહીં
- ફિલીપાઈન્સમાં મોટા ભૂકંપનો ડર
ફિલિપાઈન્સના મિંડાનાઓ દ્વીપના પૂર્વ તટ પર શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 6.7 હતી. જર્મન રિસર્ચ સેન્ટરે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. અમેરિકી ભૂ-વૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર ભૂકંપની તીવ્રતા 6.8 હતી. અમેરિકી રાષ્ટ્રીય સુનામી ચેતવણી કેન્દ્રએ કહ્યું કે ભૂકંપને લીધે સુનામીનો કોઈ ખતરો નથી.
ભૂકંપ શા માટે આવે છે?
હાલના સમયમાં દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આપણી પૃથ્વીની અંદર 7 ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે. આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે. જેના કારણે સામાન્ય જનજીવનને સૌથી વધુ નુકસાન થાય છે. ધરતીકંપને કારણે મકાનો તૂટી પડ્યા, પરિણામે હજારો લોકોના મોત થયા.


