એન્જોય ક્લબ દ્વારા મેમ્બર બહેનોએ ફૂલ ફાગ રસિયાનો આનંદ માણ્યો
રંગોનું પર્વ હોળી નજીકના દિવસોમાં આવી રહ્યું છે ત્યારે વૈષ્ણવો દ્વારા ફુલ ફાગ રસિયાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણને ફૂલો વડે સુગંધી હોળી રમાડીને હોળી પર્વનું સ્વાગત કરવામાં આવે છે. પ્રેમ અને રંગોના પર્વને આ રીતે ભગવાનની સાથે ઉજવવામાં આવે છે
હોળીનું પર્વ નજીક આવતા જ વૈષ્ણવો ,કૃષ્ણ ભક્તો પોતાના ઘરે રસીયાનું આયોજન કરે છે આ રસીયામાં ફૂલો દ્વારા હોળી ખેલવામાં આવે છે તેમજ રસિયા ગાવામાં આવે છે.
એન્જોય ક્લબના દિવ્ય સાયાની દ્વારા ફુલ ફાગ રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. રસિયામાં બહેનો એ સંગીતના તાલે રસિયાનો આનંદ મેળવ્યો હતો. રાધાકૃષ્ણના આબેહૂબ સ્વરૂપ જાણે કૃષ્ણની અનુભૂતિ કરાવતા હતા ફૂલોની પાંખડીઓ રંગો અને સુગંધ ફેલાવી એક અલૌકિક વારંવારની અનુભૂતિ કરાવતા હતા.200 જેટલી મહિલાઓએ ફાગ રસિયા ના રંગે રંગાઈ હતી.
એન્જોય ક્લબના પ્રમુખ દિવ્યાબેન સાયાણીએ આ બાબત જણાવ્યું હતું કે,” એન્જોય ક્લબમાં દરેક ઉત્સવ તેમજ વર્ષ દરમિયાન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે જેમાં બહેનો હોંશે હોંશે ભાગ લે છે. હોળી ધુળેટી નું પર્વ નજીક આવતા એન્જોય ક્લબ દ્વારા પણ આ સુગંધ અને રંગના ઉત્સવનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહેનો ભક્તિના રંગે રંગાઈ હતી.50 કિલો ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમજ ખજૂર ધાણી ની પ્રસાદી તેમજ ભોજનનો આનંદ બહેનોએ ઉઠાવ્યો હતો.”