જલારામ મંદિરે ધ્વજારોહણ, મહાઆરતી, અન્નકોટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
મંદિર અને શોભાયાત્રાના રૂટને રંગબેરંગી લાઈટો, કમનોના શણગારથી સુશોભિત કરાતા જલારામમય વાતાવરણ છવાયુ
વેરાવળ-સોમનાથમાં સંત શિરોમણી પૂ.જલારામ બાપાની 225 મી જન્મ જયંતિની લોહાણા મહાજન દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોટી શાક માર્કેટમાં આવેલ જલારામ મંદિરે સવારે ધ્વજારોહણ બાદ બપોર અને સાંજે મહાઆરતી થયેલ તેમજ વિવિધ વાનગીઓનો અન્નકોટ પૂ.બાપાના ચરણોમાં ધરવામાં આવેલ જેના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી. મંદિરને રંગબેરંગી લાઈટો અને ફૂલોથી શણગાર કરવામાં આવેલ હતો.

જલારામ મંદિરે ધ્વજારોહણ, મહાઆરતી, અન્નકોટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયામંદિર અને શોભાયાત્રાના રૂટને રંગબેરંગી લાઈટો, કમનોના શણગારથી સુશોભિત કરાતા જલારામમય વાતાવરણ છવાયુવેરાવળ-સોમનાથમાં સંત શિરોમણી પૂ.જલારામ બાપાની 225 મી જન્મ જયંતિની લોહાણા મહાજન દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોટી શાક માર્કેટમાં આવેલ જલારામ મંદિરે સવારે ધ્વજારોહણ બાદ બપોર અને સાંજે મહાઆરતી થયેલ તેમજ વિવિધ વાનગીઓનો અન્નકોટ પૂ.બાપાના ચરણોમાં ધરવામાં આવેલ જેના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી. મંદિરને રંગબેરંગી લાઈટો અને ફૂલોથી શણગાર કરવામાં આવેલ હતો.બપોરે જલારામ મંદિરેથી ભવ્ય વિશાળ શોભાયાત્રાનો લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઇ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા, મંદિર ટ્રસ્ટના ભદ્રેશભાઇ દાવડા, અશોકભાઇ ગદા, નીતુભાઈ રાડીયા, બીપીનભાઈ અઢીયા, મુકેશભાઇ ચોલેરા, ભરત ચોલેરા, રવિ સામાણી, અંકુર અઢીયા સહિતના અગ્રણીઓની હાજરીમાં પ્રારંભ થયેલ જે શહેરના વિવિઘ રાજમાર્ગો ઉપર ફરી હતી. શોભાયાત્રામાં ફડાકડાની આંતશબાજી તેમજ ડીજેના તાલે નાચ-ગાન સાથે મોટી સંખ્યામાં રઘુવંશી ભાઈ લ-બહેનો ઝુમી ઉઠ્યા હતા. શોભાયાત્રાનું રાજમાર્ગો પર ઠેર-ઠેર વિવિઘ સમાજો અને સંસ્થાઓએ સ્વાગત કરી ઠંડા-પીણાના સ્ટોલો ઉભા કરી પ્રસાદીનું વિતરણ કરેલ હતુ. જલારામ જયંતિ પ્રસંગે શહેરના રાજમાર્ગોને રંગબેરંગી લાઇટો અને કમાનોના શણગાર થકી જલારામમય વાતાવરણ ખડુ થયુ હતુ.શોભાયાત્રામાં જીલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, માનસિંહ પરમાર, પાલીકા પ્રમુખ પલ્લવીબેન જયદેવભાઈ જાની, શહેર પ્રમુખ દેવાભાઇ ધારેચા, સરમણભાઈ સોલંકી, પ્રવિણભાઇ રૂપારેલીયા, ખારવા સમાજના પટેલ દામજીભાઈ ફોફંડી, અધ્યક્ષ લખમભાઈ ભેંસલા, તુલસીભાઈ ગોહેલ સહિતના આગેવાનો જોડાયા હતા. જલારામ જયંતિ પ્રસંગે બપોરે લોહાણા મહાજન વાડીમાં તથા સાંજે લોહાણા બોર્ડીગમાં સમુહજ્ઞાતિ પ્રસાદી યોજાયેલ જેનો સર્વે જ્ઞાતિજનોએ લાભ લીધેલ હતો.સોમનાથ સાંનિઘ્યે પ્રભાસ- પાટણમાં પણ પૂ.જલારામ જયંતિની આસ્થાભેર ઉજવણી થઇ હતી. પ્રભાસ પાટણમાં લંડનના પરીવારે બનાવેલ જલારામ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નિકળેલ જેમાં લોહાણા, સીંઘી, કોળી સહિત તમામ સમાજના લોકો સામુહીક રીતે જોડાયા હતા. શોભાયાત્રામાં યુવાનો ડીજેના તાલ સાથે નાચ ગાન કરતા જોડાય અને વિવિઘ માર્ગો પર ફરેલ તેમજ લોહાણા મહાજન પ્રમુખ લાલભાઇ અટારાના નેજા હેઠળ લોહાણા વંડીમાં સમુહજ્ઞાતી પ્રસાદ યોજાયેલ અને રાત્રીના સત્ય નારાયણની કથા સાથે કઢી-ખીચડીની પ્રસાદી યોજાયેલ હતી. જેમાં સર્વે જ્ઞાતીજનોએ સામેલ થઇ જલાબાપાની ભકિતમાં લીન થયા હતા.
બપોરે જલારામ મંદિરેથી ભવ્ય વિશાળ શોભાયાત્રાનો લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઇ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા, મંદિર ટ્રસ્ટના ભદ્રેશભાઇ દાવડા, અશોકભાઇ ગદા, નીતુભાઈ રાડીયા, બીપીનભાઈ અઢીયા, મુકેશભાઇ ચોલેરા, ભરત ચોલેરા, રવિ સામાણી, અંકુર અઢીયા સહિતના અગ્રણીઓની હાજરીમાં પ્રારંભ થયેલ જે શહેરના વિવિઘ રાજમાર્ગો ઉપર ફરી હતી. શોભાયાત્રામાં ફડાકડાની આંતશબાજી તેમજ ડીજેના તાલે નાચ-ગાન સાથે મોટી સંખ્યામાં રઘુવંશી ભાઈ લ-બહેનો ઝુમી ઉઠ્યા હતા. શોભાયાત્રાનું રાજમાર્ગો પર ઠેર-ઠેર વિવિઘ સમાજો અને સંસ્થાઓએ સ્વાગત કરી ઠંડા-પીણાના સ્ટોલો ઉભા કરી પ્રસાદીનું વિતરણ કરેલ હતુ. જલારામ જયંતિ પ્રસંગે શહેરના રાજમાર્ગોને રંગબેરંગી લાઇટો અને કમાનોના શણગાર થકી જલારામમય વાતાવરણ ખડુ થયુ હતુ.

શોભાયાત્રામાં જીલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, માનસિંહ પરમાર, પાલીકા પ્રમુખ પલ્લવીબેન જયદેવભાઈ જાની, શહેર પ્રમુખ દેવાભાઇ ધારેચા, સરમણભાઈ સોલંકી, પ્રવિણભાઇ રૂપારેલીયા, ખારવા સમાજના પટેલ દામજીભાઈ ફોફંડી, અધ્યક્ષ લખમભાઈ ભેંસલા, તુલસીભાઈ ગોહેલ સહિતના આગેવાનો જોડાયા હતા. જલારામ જયંતિ પ્રસંગે બપોરે લોહાણા મહાજન વાડીમાં તથા સાંજે લોહાણા બોર્ડીગમાં સમુહજ્ઞાતિ પ્રસાદી યોજાયેલ જેનો સર્વે જ્ઞાતિજનોએ લાભ લીધેલ હતો.



