- ડુંગળી, લસણ અને રીંગણનો ટાળો ઉપયોગ
- ગાયનું દૂધ અને દહીં ઉપયોગમાં લેવાય તેનું ધ્યાન રાખો
- ભોજનમાં આ દિવસે ખીરનું વિશેષ મહત્ત્વ હોય છે
શુક્રવાર 29 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે. આ 16 દિવસના પૂર્વજોના ઉધારને ચૂકવવાનો સમય છે. પિતૃપક્ષના સમયે પૂર્વજોની આત્માની શાંતિ માટે બ્રાહ્મણ ભોજન, તર્પણ અને દાનનો મહિમા છે. કહેવાય છે કે પોતાના પિતૃઓના શ્રાદ્ધ કરવાની સમયે ભોજન બનાવતા સમયે કેટલીક વાતનું ધ્યાન રાખી લેવું જરૂરી છે. આજે જાણો 16 દિવસમાં શું ખાવું અને શું નહીં. જો તમે પૂજામાં નાની પણ ભૂલ કરશો તો તમારા પૂર્વજો ગુસ્સે થાય છે અને ભોજન કર્યા વિના જ જતા રહે છે.
શુદ્ધતાનું રાખો ધ્યાન
શ્રાદ્ધના સમયે તમે પિતૃઓના નિમિત્ત ભોજન બનાવી રહ્યા છો તો શુદ્ધતાનું ધ્યાન રાખો. ભોજન બનાવતા પહેલા ઘર અને રસોઈ ઘરને સારી રીતે સાફ કરી લો. શાસ્ત્રોનું માનીએ તો શુદ્ધતાથી પિતૃ પ્રસન્ન થાય છે અને શ્રાદ્ધનું ફળ મળે છે. ધ્યાન રાખો કે સ્નાન કર્યા બાદ જ પિતૃઓ માટે ભોજન બનાવવું.
આ ચીજોનો કરો ઉપયોગ
શ્રાદ્ધના સમયે ઘરમાં સાત્વિક ભોજન જ બનાવો. પિતૃઓના નામે ભોજન બનાવો તો ડુંગળી, લસણ, પીળી રાઈનું તેલ અને રીંગણનો ઉપયોગ ન કરો. તેના સિવાય ભોજનમાં ઉપયોગમાં લેવાતા દૂધ અને દહીં પણ ગાયના હોય તેનું ધ્યાન રાખો.
ભોજનમાં શું બનાવશો
શ્રાદ્ધમાં પિતૃઓના નામે બનતા ભોજનમાં ખીરનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. આ દિવસે પૂરી, બટાકાનું શાક, છોલે કે કોળાનું શાક બને છે. આ સિવાય મિઠાઈને પણ પિતૃઓના ભોજનમાં સામેલ કરાય છે.
વાસણનું પણ ધ્યાન રાખો
જ્યાં સુધી બ્રાહ્મણ ભોજન ન જમે ત્યાં સુધી પોતે પણ ભોજન ન કરો. બ્રાહ્મણને કાંસા, ચાંદી કે પિત્તળના વાસણમાં ભોજન કરાવો. શ્રાદ્ધમાં કાચ કે પ્લાસ્ટિકની ચીજોને વર્જિત માનવામાં આવે છે. સાથે જ બ્રાહ્મણને દક્ષિણ દિશામાં બેસાડીને ભોજન કરાવો.