છેલ્લા ઘણા સમયથી પ્લેન ક્રેશ થયાના સમાચારો સામે આવી રહ્યા છે. ખાસ કરીને અમેરિકામાં પ્લેન ક્રેશની ઘટનાઓ વધી રહી છે. ક્યારેક પ્લેનમાં આગ લાગે છે તો ક્યારેક પ્લેન ક્રેશ થઇ જાય છે. ત્યારે આજે કેનેડાના ટોરોન્ટોમાં એક ભયાનક વિમાન દુર્ઘટના ઘટી છે, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે તરત જ આગની જ્વાળાઓ બહાર આવવા લાગી હતી. વિમાનમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત 80 લોકો સવાર હતા. જેમાંથી 15થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.
મુસાફરોનો ચમત્કારિક બચાવ
બોમ્બાર્ડિયર સીઆર 900 નામનું આ પ્લેન મિનેપોલિસથી ટોરોન્ટો માટે ઉડ્યું હતું. સોમવારે બપોરે 3 વાગ્યાના થોડા સમય પહેલા તે પલટી મારીને જમીન પર ઊંધુ પડી ગયુ હતુ. તેમાં બેઠેલા તમામ મુસાફરો ચમત્કારિક રીતે બચી ગયા હતા. ચોંકાવનારી વાત એ હતી કે પ્લેન જમીન પર પડતાની સાથે જ તે બર્ફીલા રનવે પર લપસી ગયું, ત્યારબાદ તેમાં આગ લાગી ગઈ.
11 ફેબ્રુઆરીએ સ્કોટલેન્ડમાં પ્લેન ક્રેશ
11 ફેબ્રુઆરીના રોજ એરિઝોનાના સ્કોટ્સડેલ એરપોર્ટ પર અકસ્માત થયો હતો. જેમાં બે ખાનગી જેટ અથડાયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું અને અનેક લોકો ઘાયલ થયા હતા. સ્કોટ્સડેલ એરપોર્ટ માટે એવિએશન પ્લાનિંગ અને આઉટરીચ કોઓર્ડિનેટર કેલી કુએસ્ટરે જણાવ્યું હતું કે આ અથડામણ ત્યારે થઈ જ્યારે એક મધ્યમ કદનું બિઝનેસ જેટ રનવે પરથી ખસી ગયું અને પાર્ક કરેલા બીજા મધ્યમ કદના બિઝનેસ જેટ સાથે અથડાયું હતુ.
1 ફેબ્રુઆરીએ ફિલાડેલ્ફિયામાં પ્લેન ક્રેશ
1 ફેબ્રુઆરી શુક્રવારે ફિલાડેલ્ફિયામાં એક નાનું મેડેવેક જેટ ક્રેશ થયું હતું. આ અકસ્માત પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં રૂઝવેલ્ટ મોલ નજીક થયો હતો. વિમાન દુર્ઘટનાને કારણે એક મોટો વિસ્ફોટ થયો, જેના કારણે ઘણા ઘરોમાં આગ લાગી ગઈ. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને વિદેશી મીડિયાને જણાવ્યું હતું કે લિયરજેટ 55 માં બે મુસાફરો સવાર હતા. આ જેટ ઉત્તરપૂર્વ ફિલાડેલ્ફિયા એરપોર્ટથી ઉડાન ભરી હતી અને મિઝોરીના સ્પ્રિંગફીલ્ડ-બ્રાન્સન એરપોર્ટ તરફ જઈ રહી હતી ત્યારે સાંજે 6:30 વાગ્યે તે ક્રેશ થયું હતું.
30 જાન્યુઆરીએ વૉશિંગ્ટનમાં પ્લેન-હેલિકોપ્ટર ક્રેશ
30 જાન્યુઆરીએ અમેરિકામાં વ્હાઇટ હાઉસ પાસે એક મોટી વિમાન દુર્ઘટના બની હતી.. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક અમેરિકન એરલાઇન્સનું વિમાન હવામાં જ એક હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. આ ટક્કર પછી વિમાન અને હેલિકોપ્ટર બંને તૂટી ગયા અને નદીમાં પડી ગયા હતા. આ વિમાન વોશિંગ્ટનના રોનાલ્ડ રીગન આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરવાનું હતું. આ વિમાન અમેરિકન શહેર કેન્સાસ સિટીથી વોશિંગ્ટન આવી રહ્યું હતું. તે કેનેડા એરનું વિમાન હતું. નદીમાંથી 18 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.માહિતી અનુસાર વિમાનમાં 60 લોકો સવાર હતા.
28 જાન્યુઆરીએ દક્ષિણ કોરિયામાં વિમાનમાં લાગી આગ
દક્ષિણ કોરિયાના ગિમ્હે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી. એરપોર્ટ પર એક પેસેન્જર વિમાનમાં આગ લાગી, વિમાન ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું તે પહેલાં જ વિમાનના પાછળના ભાગમાં આગ લાગી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં 176 મુસાફર સવાર હતા. માહિતી અનુસાર આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. બધા મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ એર બુસાન વિમાન A321 દક્ષિણ-પૂર્વીય શહેર બુસાનથી હોંગકોંગ જવા માટે ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું તે પહેલાં જ વિમાનમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ 45 ફાયરબ્રિગેડની ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
3 જાન્યુઆરીએ કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ
અમેરિકાના સધર્ન કેલિફોર્નિયામાં એક પ્લેન ક્રેશ થયું હતું. ગુરુવારે (2 જાન્યુઆરી) બપોરે સધર્ન કેલિફોર્નિયામાં એક સિંગલ-એન્જિન પ્લેન એક કોમર્શિયલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા . જેમાં 18 ઘાયલ થય.. ફુલર્ટન પોલીસ વિભાગના પ્રવક્તા ક્રિસ્ટી વેલ્સે કહ્યું હતું કે કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ અને કેટલાકને ગંભીર ઈજાઓ થઈ હતી. 10 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને 8ને ઘટનાસ્થળે સારવાર આપીને રજા આપવામાં આવી હતી.


