- ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રેશ થયું
- સૌર્ય એરલાઈન્સના વિમાનમાં લાગી આગ
- ફ્લાઈટ ટેકઓફ કરતા જ બની ઘટના
ઉલ્લેખનીય છે કે પ્લેન કાઠમાંડુથી પોખરા જઈ રહ્યું હતું. આ પ્લેનનો નંબર 9N – AME (CRJ 200) હતો. તેમાં 19 લોકો સવાર હતા. આ સમયે અચાનક ટેકઓફ થતાંની સાથે જ પ્લેનમાં આગ લાગી હતી. આ પછી પ્લેન ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જ ક્રેશ થયું હતું. હાલમાં ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પ્લેન ક્રેશ થતાં જ સમગ્ર વિસ્તારમાં આગની લપેટો જોવા મળી હતી. યાત્રીઓના બચવાની શક્યતાઓ લગભગ નહીંવત જણાઈ રહી છે.
5 લોકોના મોત, એક પાયલટ સારવાર હેઠળ
હાલમાં સામે આવી રહેલી માહિતિ અનુસાર પાયલટને હોસ્પિટલ લઈ જવાયો છે. આ સાથે 5 મુસાફરોના મોત થયાની માહિતિ પણ આવી રહી છે. સવારે 11 વાગે આ ઘટના બન્યા બાદ કાઠમાંડુ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. પ્લેનમાં 17 યાત્રીઓ સહિત 2 ક્રૂ મેમ્બર્સ સામેલ હતા.


