રત્નો દ્વારા મહદ્અંશે બનતા નકારાત્મક દોષોનું શમન કરી શકાય છે. ગ્રહોના પ્રતીકરૂપે રત્નોના જે તે ગ્રહો અધિપતિ હોય એમનાં કિરણો શરીરમાં વીંટી કે પેન્ડન્ટ પહેરીને પ્રસન્ન થઈ રાહત આપે છે અને તકલીફોને દૂર કરે છે.
રત્નો `સંકટ સમયની સાંકળ’ જેવાં છે. ખરો વિકટ સમય હોય ત્યારે તરત જ તકલીફો આપતા ગ્રહોના નંગ પહેરવાથી સાચો માર્ગ પ્રાપ્ત થાય છે. ગ્રહોના પ્રતિનિધિ રૂપે રત્નો દ્વારા અસહ્ય વેદના-પીડા દૂર થાય છે. રત્નોની જરૂર હોય તે પ્રમાણે જાણકાર પાસેથી જાણી લેવું અને રત્નને ધારણ કરવું જરૂરી બને છે. રત્નનગરી વિવિધ રત્નોથી સજ્જ છે. રત્નોની વિશિષ્ટતા સમજશો તો ખૂબ લાભ પ્રાપ્ત થશે. સામાન્ય રીતે રત્નોની અસર ઘણીવાર જે પ્રાપ્ત થતી હોય છે એ અદ્વિતીય હોય છે. ગ્રહો પ્રમાણે નંગોની વિશિષ્ટ અસરોને જાણીએ.
સૂર્ય : માણેક
(1) ક્રોમિયમથી એમાં તિરાડ અને કાણાં પડી જાય છે.
(2) હીરા પછી માણેકની `હાર્ડનેસ’ આવે છે જેથી એ કીમતી હોય છે.
(3) માણેકનો રંગ બ્લડ જેવો હોવાથી તેમાં પ્રાણવાયુ વધુ હોવાથી શરીરના તમામ ભાગોમાં પ્રાણવાયુ (ઓક્સિજન) પૂરો પાડે છે.
(4) `સત્તા-સંપત્તિ અને સુરક્ષા’ માટે રાજાઓનું આ પ્રિય રત્ન છે.
(5) 9 રંગના માણેક મળી આવેલાં છે.
ચંદ્ર : મોતી
(1) સાચાં મોતી શાંત પ્રકૃતિ આપનારાં અને ચંદ્રની અનુકૂળતા આપનારાં તથા લગ્નો માટે શુક્રનવંતા સમજાય છે.
(2) દુનિયામાં સૌથી જૂના નંગ તરીકે મોતી ઓળખાય છે. દરિયાના ઊંડાણમાં મોતી `છીપલામાં’ કે જે સજીવ દરિયાઈ પ્રાણી છે તેમાંથી મળી આવે છે.
(3) મોતીને ક્યારેય પોલિશ કરવા પડતા નથી, કારણ કે કુદરતી રીતે જ ખૂબ જ ચમકદાર હોય છે.
(4) લિસ્સું પડ હોય છે. વિવિધ આકારો અને રંગોમાં મળે છે.
(5) ચિંતા, લાગણી, ઈન્સોમનિયા અને સુખેથી નિદ્રા લેવા મોતી ધારણ કરો.
(6) 9 પ્રકારનાં મોતી મળી આવ્યાં છે, જેનો વિવિધ ઉપયોગ કરી શકાય.
મંગળ : પરવાળુ
(1) વિટામિન – A, B2, C, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવાં પોષકતત્ત્વો એમાં છે. કેલ્શિયમ કાર્બોનેટ પણ હોય છે.
(2) શારીરિક બાબતો જેમ કે પુરુષત્વ અને ઊર્જાશક્તિ અર્પે છે.
(3) આ રત્ન પહેરવાથી ઉંમરમાં વધારો થાય છે.
(4) આર્થિક લાભ, જમીન, જાયદાદમાં પણ મદદરૂપ બને છે.
બુધ : પન્ના
(1) અભ્યાસમાં, વાણીમાં, દલીલમાં, સફળતા અપાવે, વડીલો, જજો માટે બુધ સારો જ હોય.
(2) પારદર્શક-ફિલ્ટર્ડ પન્ના પહેરવાથી ખૂબ લાભ થાય છે.
(3) વ્યાપારી લાભો અપાવે છે અને પૈસો ખેંચી લાવે છે.
ગુરુ : પોખરાજ
(1) એને પીળો `નીલમ’ પણ કહેવામાં આવે છે.
(2) સામાજિક પદ-પ્રતિષ્ઠા અપાવે છે.
(3) ફક્ત 15 દિવસમાં જ ગુરુની અસર પ્રાપ્ત થાય છે.
(4) પોખરાજ પહેરનારે માંસહારથૂ દૂર જ રહેવું જોઈએ.
શુક્ર : હીરો ડાયમંડ
(1) હાર્ડનેસ સૌથી વધારે હોય છે.
(2) 100 માઈલ નીચે જમીનમાંથી હીરો પ્રાપ્ત થાય છે.
(3) પ્રેમ-લક્ઝરી, નર્વસનેસ પ્રોબ્લેમ, વધુ પડતા વિચારોમાંથી રાહત, સુખ, ચેન અને એશઆરામ માટે હીરો પહેરાય છે. પ્રેમના પ્રતીકરૂપે હીરો સૌને પ્રિય છે.
શનિ : નીલમ
(1) નીલમમાં `હિલિંગ પ્રોપર્ટીઝ’ છે. આંખનાં દર્દ, માથાનો દુખાવો, તાવ અને નાકમાંથી લોહી નીકળે ત્યારે નીલમ કામ લાગે છે.
(2) સુંદર ભાગ્ય, દૂરદર્શીપણું, સત્તા અને સ્વર્ગીય નંગ તરીકે નીલમ ઓળખાય છે.
(3) ચોરીનો ડર દૂર થાય છે. નીલમ રત્ન અકસ્માતથી બચાવે છે સાથે સાથે અગ્નિ તથા દુશ્મનોથી પણ બચાવે છે.
(4) પૈસો કમાવી આપે છે એટલે કે મહેનતના પ્રમાણમાં ફળ પણ આપે છે.
રાહુ-કેતુ : ગોમેદ અને લસણિયો
(1) વિજ્ઞાન લાભ ગુપ્તવિદ્યા-ડરથી બચાવ અને અસંતોષમાં રાહુ બચાવે.
(2) ભગવાન વિષ્ણુએ આકાશમાં બે જગ્યાઓ રાહુ-કેતુની રાખી, જેનાથી ગ્રહણ કરી શકે અને વેર લઈ શકે.
(3) રાહુનું રત્ન ગોમેદ અને કેતુનું રત્ન લસણિયો પહેરવાથી જાતકને રાપ્રતિકૂળ સંજોરોમાં રાહત મળે છે.