જૂનાગઢ શહેરમાં પ્લાસ્ટિક અને ગંદકીને કારણે વન્યજીવોના સ્વાસ્થ્ય સામે ઊભા થયેલા જોખમનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. શહેરના લાલ ધોરી વિસ્તારમાં એક હરણ પ્લાસ્ટિક ખાતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે, જેના કારણે પ્રકૃતિપ્રેમીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જાહેર વિસ્તારમાં પડેલી ગંદકી અને પ્લાસ્ટિકને હરણ આહાર સમજીને ખાઈ રહ્યું છે, જે તેના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે.
પ્રકૃતિપ્રેમીઓએ કરી રજૂઆત
આ ગંભીર દ્રશ્ય જોઈને એક જાગૃત પ્રકૃતિપ્રેમીએ આ વીડિયો સોશિયલ મીડિયા દ્વારા વનમંત્રી સુધી પહોંચાડ્યો છે અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે. પ્રકૃતિપ્રેમીની મુખ્ય માંગણી એ છે કે મહાનગરપાલિકા (મનપા) દ્વારા આ વિસ્તારમાં અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં નિયમિત અને યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે, જેથી વન્યજીવોને પ્લાસ્ટિક કે અન્ય જોખમી કચરો ખાવાથી અટકાવી શકાય. આ ઘટનાએ ફરી એકવાર વન્યજીવોના સંરક્ષણ અને સ્વચ્છતા પ્રત્યેની બેદરકારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો : Gir Somnath માં અદ્ભુત દ્રશ્ય! ઊના હાઇવે પર 10 સિંહના મોટા પરિવારે રોડ પર ઉતરીને લીધી લટાર


