વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ ખૂબજ ઉત્સાહમાં આવી ગયા હતા. ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રોમાંચક જીત મેળવ્યા બાદ ખેલાડીઓ જોરશોરથી ઉજવણી કરી રહ્યા હતા, એવામાં આફ્રિકન ખેલાડી માર્કરામે કંઈક એવું કર્યું જે ચર્ચાનો વિષય બની ગયું છે. વિજય પછી તરત જ, આફ્રિકન ખેલાડી એડન માર્કરામે ગેલેરીમાં પહોંચીને ત્યાં હાજર એક વ્યક્તિ પાસેથી બીયરની બોટલ લીધી અને તે પીવાનું શરૂ કર્યું હતું.
માર્કરામે પત્રકાર પરિષદમાં શું કહ્યું
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત બાદ યોજાયેલ પત્રકાર પરિષદમાં માર્કરામને આ બાબતે વધુ પૂછવામાં આવતા, માર્કરામે કહ્યું, “તે વ્યક્તિ મારો સ્કૂલનો મિત્ર હતો. તેણે મને ફોન કર્યો, પરંતુ ઘણો અવાજ થયો. પછી તેણે મને તેની પાસે બોલાવ્યો, મને બીયર બતાવી. મેં વિચાર્યું, વાંધો નહીં, તે ફક્ત બીયર છે, તેથી મેં એક કે બે ચુસ્કી લીધી. આ તે દિવસની મારી પહેલી બીયર હતી અને હું ભવિષ્યમાં વધુ પીવાની આશા રાખું છું.”
ICC ના નિયમો શું છે?
મેદનમાં ખેલાડીઓના વ્યવહાર અને વર્તન અંગે ICCએ ચોક્કસ નિયમો બનાવ્યા છે. જે નિયમ મુજબ ખેલાડીઓએ આચારસંહિતાનું યોગ્ય પાલન કરવાનું રહેતું હોય છે. ICCએ બનાવેલ આચારસંહિતા મુજબ રમત દરમિયાન કોઈપણ પ્રકારનો નશો સખત પ્રતિબંધિત છે. જો કે, ICC દ્વારા બીયર જેવા આલ્કોહોલિક પીણાં પર કોઈ સીધો પ્રતિબંધ નથી, જ્યાં સુધી ખેલાડી મેચ પછી તેનું સેવન કરે છે. ICC ની ડોપિંગ વિરોધી નીતિ કહે છે કે ખેલાડીઓ રમત દરમિયાન શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ, પરંતુ બીયર જેવા પીણાં વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (WADA) ની ક્રિકેટ માટે પ્રતિબંધિત યાદીમાં આવતા નથી.
શું માર્કરામે સજા મેળવશો?
મેચ પછી આ ઘટના બની હોવાથી, જ્યારે માર્કરામ તેના મિત્ર પાસે ગયો અને ઉજવણી દરમિયાન બીયર પીધી હતી, આથી ICC નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવશે નહીં. કેટલાક લોકો તેને અયોગ્ય વર્તન કહી શકે છે કારણ કે હજારો દર્શકોની સામે મેદાન પર બીયર પીવું એ રમતની ભાવના વિરુદ્ધ ગણી શકાય, પરંતુ ICC અને દક્ષિણ આફ્રિકન ક્રિકેટ બોર્ડ (CSA) દ્વારા અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, જે દર્શાવે છે કે માર્કરામ સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે નહીં.