- 100 જેટલા વિઝિટિંગ દેશો, 33 પાર્ટનર દેશો સામેલ
- બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં ગ્લોબલ ટ્રેડ શો
- સંશોધન ક્ષેત્રના 1000થી વધુ પ્રદર્શકો ભાગ લેશે
ગાંધીનગરમાં આજથી ગ્લોબલ ટ્રેડ શોની શરુઆત થઇ રહી છે. જેમાં PM નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન થશે. 9 થી 13 જાન્યુઆરી સુધી ગ્લોબલ ટ્રેડ શો ચાલશે. જેમાં બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં ગ્લોબલ ટ્રેડ શો છે.
પીએમ મોદીએ ગાંધીનગર ખાતે એપી મોલર-માએર્સ્ક ના સીઈઓ કેઈથ સ્વેન્ડસન સાથે કરી મુલાકાત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નેધરલેન્ડ્સના ભારત ખાતેના એમ્બેસેડર મેરીસા ગેરાર્ડ સાથે કરી મુલાકાત
ગાંધીનગર મહાત્મા મંદિરમાં PM મોદીની મહત્વની બેઠક
ગાંધીનગર મહાત્મા મંદિરમાં PM મોદીની મહત્વની બેઠક યોજાઇ રહી છે. જેમાં મહાત્મા મંદિરમાં વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો થઇ રહી છે. તેમાં ડિકીન યુનિ.ના VC પ્રોફેસર લેન માર્ટિન સાથે મુલાકાત થઇ છે. તેમજ DP વર્લ્ડના CEO સુલ્તાન એહમદ બિન સુલેમાન સાથે મુલાકાત કરી છે. ત્યારે સુઝુકી મોટર્સના પ્રેસિડેન્ટ સાથે PM મોદીએ મુલાકાત કરી છે. તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી છે. જેમાં ગુજરાત અને ભારતમાં રોકાણ બાબતે વિસ્તૃત ચર્ચા થઇ છે. ત્યારે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે પણ વન ટુ વન બેઠક થઇ છે. PM મોદી 1.15 વાગ્યા સુધી મહાત્મા મંદિરે જ રોકાશે. તથા 1.15 બાદ રાજભવન માટે રવાના થશે.
ગાંધીનગર મહાત્મા મંદિરમાં CM ભૂપેન્દ્ર પટેલની બેઠક યોજાઇ
ગાંધીનગર મહાત્મા મંદિરમાં CM ભૂપેન્દ્ર પટેલની બેઠક યોજાઇ છે. જેમાં જાપાનના ઉપમંત્રી હોસાકા શિન સાથે CMની મુલાકાત થઇ છે. જેમાં ગ્રીન હાઈડ્રોજન, ઈ-વ્હીકલ, સેમિકંડક્ટરમાં રોકાણ મુદ્દે ચર્ચા થઇ છે. માઈક્રોટેકના પ્રેસિડેન્ટ, CEO સાથે CMની મુલાકાત થઇ છે. તેમાં CM ભૂપેન્દ્ર પટેલે સંજય મેહરોત્રા સાથે મુલાકાત કરી છે. સાણંદમાં સ્થપાઈ રહેલા માઈક્રો ટેકના પ્લાન્ટ મુદ્દે ચર્ચા કરી છે. તેમજ CM ભૂપેન્દ્ર પટેલે પ્રસુન મુખરજી સાથે મુલાકાત કરી ગુજરાતમાં ફિનટેક કંપનીઓના રોકાણની તકો પર ચર્ચા કરી છે. તથા સેમિ કંડક્ટર પોલિસી સહીતના મુદ્દાઓ પર ચર્ચા કરી છે.
100 જેટલા વિઝિટિંગ દેશો, 33 પાર્ટનર દેશો સામેલ
ગ્લોબલ ટ્રેડ શોમાં 100 જેટલા વિઝિટિંગ દેશો, 33 પાર્ટનર દેશો સામેલ થયા છે. 20 દેશો પોતાના દેશના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે. સંશોધન ક્ષેત્રના 1000થી વધુ પ્રદર્શકો ભાગ લેશે. તથા 10-11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ મુલાકાત લઇ શકશે. તેમજ ગ્લોબલ ટ્રેડ શો 12-13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. ટ્રેડ શોમાં મેક ઈન ગુજરાત, આત્મનિર્ભર ભારતના સ્ટોલ છે. ટ્રેડ શોમાં એગ્રો, ફૂડ પ્રોસેસિંગનું પ્રદર્શન જોવા મળશે. ઓટો, સિરામિક, કેમિકલ, જેમ્સ એન્ડ જ્વેલરીનું પ્રદર્શન થશે.


