- હિમાચલમાં જવાનો સાથે પીએમએ ઉજવી દિવાળી
- લેપ્ચામાં જવાનો સાથે દિવાળી ઉજવી
- આપણા જવાનોનું સાહસ અટલ છે:PM
આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. પીએમ રવિવારે સવારે નેપાળની સરહદે હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા અને સૈનિકોને દિવાળીની શુભેચ્છા પાઠવી. જવાનોને મળ્યા બાદ તેઓ સંબોધન કરી રહ્યા છે.
દિવાળી પર્વની પાઠવી શુભકામના
પીએમ મોદીએ આ પ્રસંગે સંબોધન કરતા સૌ પ્રથમ દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. ત્યાર બાદ તેઓએ જણાવ્યું કે મે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. જવાનો સાથે દિવાળી ઉજવીને હું ગર્વ અનુભવી રહ્યો છું. જવાન દરેક સંકટનું સમાધાન કરે છે. દેશ જવાનોનો ઋણી છે. જવાનોનો ઉત્સાહ ઉર્જાથી ભરેલો છે.
અયોધ્યા ત્યાં જ્યા ભારતીય સેનાના જવાનો: PM મોદી
તેઓએ વધુમાં જણાવ્યું કે હું દર વર્ષે અમારા આર્મીના જવાનો સાથે દિવાળી ઉજવવા આવું છું .એવું કહેવામાં આવે છે કે અયોધ્યા ત્યાં છે જ્યાં ભગવાન રામ છે, પરંતુ મારા માટે, અયોધ્યા ત્યાં છે જ્યાં ભારતીય સેનાના જવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે હું તમારી સાથે ન હતો ત્યારે છેલ્લા 30-35 વર્ષમાં મે દિવાળી ઉજવી ન હતી. જ્યારે હું પીએમ કે સીએમ ન હતો ત્યારે પણ બોર્ડરના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતો હતો.
ભારતની છબી જવાનોના કારણે સુધરી
તેમણે સેનાના જવાનોનો જુસ્સો વધારતા જણાવ્યું કે આઝાદી પછી આ બહાદુર જવાનોએ ઘણા યુદ્ધો લડ્યા. તેમણે દેશનું દિલ જીત્યું છે. આંતરાષ્ટ્રીય શાંતિ મિશનમાં ભારતની વૈશ્વિક છબી દેશના જવાનોને કારણે સુધરી છે. એવી કોઇ સમસ્યા છે જેનો ઉકેલ આ બહાદુર જવાનોએ આપ્યો ન હોય. ?