- છત્તીસગઢમાં ભાજપનો ચૂંટણી પ્રચાર
- પીએમ મોદી પહોંચ્યા મહાસમુંદ
- મહાસમુંદમાં પીએમ મોદી કરી રહ્યા છે ચૂંટણી રેલી
છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીને લઇને બીજેપી ચૂંટણીના રણમેદાનમાં પ્રચારનો મોરચો સંભાળ્યો છે. પીએમ મોદી મહાસમુંદમાં ભાજપની મહા સંકસ્પ વિજય રેલીને સંબોધિત કરી રહ્યા છે.
લૂંટો અને તિજોરી ભરો એક જકોંગ્રેસનું લક્ષ્ય- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે છત્તીસગઢને લૂંટનારી કોંગ્રેસની સરકાર જતી રહેશે ત્યારે છત્તીસગઢમાં વિકાસ કરનારી ભાજપની સરકાર આવશે. ત્યારે છત્તીસગઢ વિકાસની એ ઉંચાઈએ પહોંચશે જેની આ રાજ્ય હકદાર છે. વધુમાં તેઓએ સંબોધન કરતા કહ્યું કે 7મી અને 17મીએ મળીને સરકારમાંથી કોંગ્રેસનો 30% હિસ્સો ધરાવતા કક્કાની વિદાય સુનિશ્ચિત કરી રહી છે. છેલ્લા 5 વર્ષથી અહીંની કોંગ્રેસ સરકારે તમારા કલ્યાણના દરેક કામ બંધ કરી દીધા છે. કોંગ્રેસનું એક જ ધ્યેય છે – છત્તીસગઢને લૂંટો અને પોતાની તિજોરી ભરો.
કોંગ્રેસ છત્તીસગઢ છોડી રહી છે: PM મોદી
પીએમ મોદીએ રેલીને સંબોધતા કહ્યું કે હું છત્તીસગઢના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. અભિનંદન એટલા માટે કારણ કે 7મી નવેમ્બરે પ્રથમ તબક્કામાં થયેલા મતદાનમાં કોંગ્રેસના જુઠ્ઠાણાનો ફુગ્ગો ફૂટી ગયો છે. આજે આખું છત્તીસગઢ એક જ અવાજમાં કહી રહ્યું છે – ભાજપ પાછી આવી ગઈ છે. પ્રથમ તબક્કાના મતદાનથી સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ છત્તીસગઢ છોડી રહી છે.’