વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇથોપિયાના પ્રવાસ પર છે. મંગળવારે ઇથોપિયાના વડાપ્રધાન અબી અહમદ અલીએ તેમને દેશનુ સર્વોચ્ય સમ્માન ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયાથી સમ્માનિત કર્યા. બુધવારે પીએમ મોદીએ ઇથોપિયાની સંસદને સંબોધિત કરી.તેમણે કહ્યુ કે આ મારાં માટે ગર્વની બાબત છે. આ મારા માટે સમ્માન નહીં, દેશનું સમ્માન છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ, લોકતંત્રના મંદિરમાં આવવુ મારાં માટે સમ્માનની વાત છે.
અહિંયા આવીને મને ખૂબ જ ખુશી મળી રહી છેઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અદીસ આબાબમાં ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યુ. આ દરમિયાન તેમણે કહ્યુ કે આજે તમારી સામે ઉભા રહેવુ મારા માટે મોટાં સમ્માન અને સૌભાગ્યની વાત છે. ઇથોપિયા, જેને સિંહોની ધરતી કહેવામાં આવે છે. અહિંયા આવીને મને ખૂબ જ ખુશી મળી રહી છે. હું પોતે અહિયા પોતાના ઘર જેવો અનુભવ કરી રહ્યો છું, કારણ કે ભારતમાં મારૂં ગૃહરાજ્ય ગુજરાત પણ સિંહોની ધરતીના રૂપમાં ઓળખાય છે.
પીએમ મોદીની 10 મહત્વની વાતો
પહેલગામ હુમાલાની ઇથોપિયાએ નિંદા કરી
આતંકવાદ વિરુદ્ધ સાથે મળીને લડવુ પડશે
આતંકવાદ વિરુદ્ધ અમારી ઝીરો ટોલરન્સ નીતિ
આતંકની લડાઇમાં સાથે ઉભા રહેવા ઇથોપિયાનો આભાર
આપણે આતંકવાદ વિરુદ્ધ સાથે મળીને લડીશું
ભારત-ઇથોપિયા પરિવાની જેમ સાથે ઉભા છે
લોકતંત્રના મંદિરમાં આવવુ સમ્માનની વાત
સર્વોચ્ય સમ્માન માટે આપ સૌનો આભાર
આ મારા માટે ખૂબ જ ખાસ અને ગૌરવની વાત
આ માત્ર મારૂં નહીં, આખા ભારતનુ સમ્માન


