ઇથોપિયા સંસદમાં પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યુ કે, મારા માટે આજે ગૌરવની ક્ષણ છે. ઇથોપિયાના યુવાઓ ભવિષ્યનું સંચાલન કરી રહ્યા છે.
ભારત-ઇથોપિયા પ્રાચીન સભ્યાતાઓઃ પીએમ મોદી
ભારત અને ઇથોપિયા વચ્ચે નવી મિત્રતાનો અધ્યાય લખાઇ રહ્યો છે. ભારત અને ઇથોપિયા હવે નવી રાજનૈતિક અને રણનીતિની ભાગીદારી છે. બન્ને દેશના યુવાઓ ભવિષ્ય માટે ઘડતર કરી રહ્યા છે. પીએમ મોદીએ ઇથોપિયાના સંસદમાં સંબોધન કરતા ભાજપની પ્રશંસા કરી હતી અને જણાવ્યુ હતુ કે, અમારી સરકારનો એક જ મંત્ર છે અને તે છે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’. કૃષિ, રક્ષા અને ઉર્જાના ક્ષેત્રેમાં ભારત અને ઇથોપિયા બન્ને દેશ યોગ્ય ભાગીદારી કરી રહ્યા છે.
વેપાર ક્ષેત્રે નવી રાહઃ પીએમ મોદી
પીએમ મોદીએ ઇથોપિયાના સંસદમાં સંબોધન કરતા વેપાર ક્ષેત્રેને વધુ મજબૂત કરવાની વાત કરી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે, ભારતીય કંપનીઓ ઇથોપિયામાં રોકાણ કરશે. બન્ને દેશ મળીને ખેડૂતોને સહાય પુરી પાડશે. ભારતને ‘ફાર્મસી ઓફ વર્લ્ડ’ કહેવામાં આવે છે. તેથી મેડીસીન ક્ષેત્રે પણ ભાગીદારી કરવામાં આવશે. કોરોનાની મહામારી વખતે ભારતે વિશ્વને મદદ કરી હતી. ભારતે 150થી વધુ દેશમાં કોરોના સમયે દવાઓ મોકલી હતી. અને મિત્રતા નિભાવી હતી.
આતંકવાદને મૂળથી ખત્મ કરવુ જરુરીઃ પીએમ મોદી
આતંકવાદ વિરુદ્ધ અમારી ઝીરો ટોલેરન્સ નીતિ છે. આતંકવાદ સામે વિશ્વએ એક થઇને લડવું પડશે. ઇથોપિયાએ જમ્મૂ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ટીકા કરી હતી. જેના માટે પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો. આતંક વિરુદ્ધ પીએમ મોદીએ ઇથોપિયાની સંસદમાં કડક શબ્દોમાં વિશ્વને સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ ઇથોપિયાનો આભાર વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, આતંકવાદ વિરુદ્ધ લડાઇ લડવામાં ઇથોપિયાએ ભારતનો મજબૂત સાથ-સહકાર આપ્યો છે.


