વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ઇથોપિયાની મુલાકાતે છે. પીએમ મોદીને ‘ઇથોપિયાના મહાન સન્માન નિશાન’થી સન્માનિત કરાયા. આ પ્રસંગે બોલતા પીએમ મોદીએ ઇથોપિયા મુલાકાતને લઈને કહ્યું કે ગયા મહિને દક્ષિણ આફ્રિકામાં યોજાયેલ G20 સમિટમાં પીએમ અબી અહેમદ અલી સાથે મુલાકાત થઈ હતી. તે સમયે તેમણે મને ઇથોપિયા આવવા આમંત્રણ આપ્યું હતું. અને આજે હું તમારા બધાની વચ્ચે ઉપસ્થિત છું. ભારત અને ઇથિયોપિયા વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે, છેલ્લા કેટલાક વર્ષોમાં આર્થિક, કૂટનીતિક અને તકનીકી સહયોગ દ્વારા વધુ મજબૂત બનાવવાના પ્રયાસ કરાયા છે.


