- પીએમ મોદી 5 માર્ચે ઓડિશાની મુલાકાતે
- વિકાસની વિવિધ પરિયોજનાઓનું કરશે લોકાર્પણ- શિલાન્યાસ
- જિલ્લા પ્રશાસને તૈયારીઓ કરી શરૂ
પીએમ નરેન્દ્ર મોદી માત્ર એક મહિનામાં બીજી વખત ઓડિશાની મુલાકાતે છે. તેઓ 5 માર્ચે અહીં વિવિધ સરકારી પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. ચંડીખોલમાં ભાજપની જાહેર સભાને સંબોધિત કરવાના છે.
5 માર્ચે ઓડિશાની મુલાકાતે
પીએમ મોદીના ઓડિશાના પ્રવાસને લઇને મુખ્ય સચિવ પ્રદીપ કુમાર જેનાએ એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. પીએમ મોદી તેલંગણાની યાત્રા પૂર્ણ કરીને ઓડિશા પહોંચશે. મુખ્ય સચિવના કાર્યાલયમાંથી મળેલી માહિતી મુજબ પીએમ મોદી 5 માર્ચે બપોરે વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા ભુવનેશ્વર એરપોર્ટ પહોંચશે. અહીંથી તેઓ વિશેષ હેલિકોપ્ટર દ્વારા જાજપુર ચંડીખોલ પહોંચશે અને વિવિધ સરકારી પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.આ પછી તેઓ ત્યાં એક જનસભાને પણ સંબોધિત કરશે. ચંડીખોલ જાહેર સભા બાદ તેઓ ફરી ભુવનેશ્વર પહોંચશે અને અહીંથી કોલકાતા જવા રવાના થશે.
પ્રશાસને તૈયારીઓ કરી શરૂ
પીએમ મોદીની મુલાકાતને સફળ બનાવવા માટે વહીવટી સ્તરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્ય સચિવ શ્રી જેનાએ આજે વરિષ્ઠ વહીવટી અને પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્ય સચિવે ભુવનેશ્વર એરપોર્ટ, ચંડીખોલ હેલીપેડ અને કાર્યક્રમ સ્થળ વગેરે સહિત સુરક્ષા વ્યવસ્થા અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.PMમોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના ઈમરજન્સી હંગામી રોકાણ, સ્ટેજની સુરક્ષા તપાસ, કારશેડની વ્યવસ્થા, સ્થળ પર જનરેટરની સુવિધા ઉપરાંત બે વધારાના જનરેટર રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


