PM મોદી હાલમાં બે દિવસ મોરેશિયસની મુલાકાતે છે. પીએમ મોદીનું મોરેશિયસમાં ભવ્ય સ્વાગ્ત કરવામાં આવ્યું હતું. તેમને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયુ હતું. ભારતીય સમુદાયો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયુ હતું. મોદી મોદી તથા ભારત માતા કી જયના લોકોએ નારા લગાવ્યા હતા. ત્યારે પીએમ મોદી મોરેશિયસ ગયા તો ત્યાંના રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી માટે શું ગિફ્ટ લઇ ગયા તે વિશે જાણીએ.
બનારસી સાડીની આપી ભેટ
પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે મોરેશિયસના પ્રથમ મહિલા બ્રિન્દા ગોખૂલને સાડેલી બોક્સમાં બનારસી સાડી ભેટમાં આપી છે. વારાણસીની બનારસી સાડી કે જદે વૈભવી અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે, જે તેના સુંદર રેશમ, જટિલ બ્રોકેડ્સ અને ભવ્ય ઝરી વર્ક માટે જાણીતી છે. આ ઉત્કૃષ્ટ સાડી વાદળી રંગની છે. જેમાં ચાંદીના ઝરી મોટિફ્સ, પહોળી ઝરી બોર્ડર છે તથા પાલવમાં પણ અદભૂત બારીકાઇથી કામ કરેલુ છે. આ સાડી લગ્ન, તહેવારો અને ભવ્ય ઉજવણી માટે આદર્શ છે.
સાડેલી બોક્સમાં મૂકીને આપી ભેટ
ગુજરાતની સાડેલી હસ્તકલા છે. પીએમ મોદીએ સાડેલી બોક્સમાં બનારસી સાડીને ભેટમાં આપી હતી. આ બોક્સનો ઉપયોગ, ઘરેણા, કિમતી ભેટ અને કિમતી સાડીઓ સાચવવા માટે થાય છે.
https://x.com/narendramodi/status/1899355979122348433
રાષ્ટ્રપતિને શું આપી ભેટ ?
પીએમ મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપતિને પિત્તળ અને તાંબાના વાસણમાં મહાકુંભનું પવિત્ર સંગમ પાણી અને સુપરફૂડ મખાના પણ ભેટમાં આપ્યા. વિદેશ મંત્રાલય દ્વારા એક સત્તાવાર પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરેશિયસ રાષ્ટ્રીય દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી, જેમાં ભારત અને મોરેશિયસ વચ્ચેના મજબૂત રાજદ્વારી અને સાંસ્કૃતિક સંબંધો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમવીર ગોખુલ દ્વારા આયોજિત ખાસ લંચ દરમિયાન, પીએમ મોદીએ ઉષ્માભર્યા આતિથ્ય માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને બંને દેશો વચ્ચેના સ્થાયી સંબંધો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.
https://x.com/narendramodi/status/1899433856295698734
મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવાનું ફરી એકવાર મારા માટે સૌભાગ્યની વાત છે તેમ પીએમ મોદીએ જણાવ્યું. સાથે જ કહ્યું કે “આ ઉષ્માભર્યા આતિથ્ય અને સન્માન માટે હું માનનીય રાષ્ટ્રપતિનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ માત્ર ભોજનનો પ્રસંગ નથી પરંતુ ભારત અને મોરેશિયસ વચ્ચેના જીવંત અને ગાઢ સંબંધોનું પ્રતીક છે.”
તેમણે બંને દેશો વચ્ચેના ઊંડા મૂળિયા સંબંધો પર વધુ ભાર મૂક્યો, નોંધ્યું કે, “મોરેશિયસ થાળી માત્ર સ્વાદોથી સમૃદ્ધ નથી પણ દેશના વૈવિધ્યસભર સામાજિક તાણાવાણાને પણ પ્રતિબિંબિત કરે છે. તે ભારત અને મોરેશિયસના સહિયારા વારસાને મૂર્તિમંત કરે છે. મોરેશિયસ આતિથ્યની હૂંફ આપણી મિત્રતાની મીઠાશ વહન કરે છે.”
https://x.com/narendramodi/status/1899434241861079442
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ગોખૂલ અને તેમના પત્નીને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, “આ પ્રસંગે, હું મહામહિમ રાષ્ટ્રપતિ ધરમવીર ગોખૂલ અને શ્રીમતી બ્રિન્દા ગોખૂલના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે; મોરેશિયસના લોકોની સતત પ્રગતિ, સમૃદ્ધિ અને ખુશી માટે; અને આપણા સ્થાયી સંબંધો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરું છું.”


