- પીએમ મોદીએ રશિયાના આર્ટીસ્ટ સાથે કરી વાતચીત
- પીએમ મોદીનું આ કલાકારોએ કર્યુ હતુ વેલકમ
- પીએમ મોદીએ હિંદીમાં જ કરી વાતચીત
પીએમ મોદી હાલ રશિયાના પ્રવાસે છે. તેઓ આથે ગુજરાતી સમુદાયને મળ્યા હતા. ત્યાં સંબોધન પણ કર્યું હતુું. પીએમ મોદીનું રશિયામાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રશિયન આર્ટીસ્ટ દ્વારા ભારતીય પોશાક પહેરીને નૃત્ય અને ગરબા રજૂ કરાયા હતા. ત્યારે આજે પીએમ મોદી રશિયન કલાકારોને મળ્યા હતા.
રશિયન આર્ટીસ્ટ સાથે કરી વાતચીત
પીએમ મોદીએ રશિયન કલાકારો સાથે હિંદીમાં જ વાતચીત કરી હતી.તેમણે સવાલ પૂછયો કે કેમ છો તમે બધા. પછી કહ્યું કે તમારામાંથી હિંદી કોને કોને આવડ છે. પીએમ મોદીએ ગ્રુપને એવો પણ સવાલ કર્યો કે તમે ક્યારેય ભારત આવ્યા છો. ત્યારે એક આર્ટીસ્ટે જણાવ્યું કે અમે બધા જ ભારત આવી ચૂક્યા છીએ. અમે ભારતમાં પણ અમારુ પર્ફોમન્સ આપ્યુ છે. પીએમ મોદીએ એમ પણ સવાલ કર્યો કે તમે કેટલા સમયથી આ આર્ટ સાથે જોડાયેલા છો. ત્યારે તેઓએ જણાવ્યું કે કોઇ 10 વર્ષ તો કોઇ 30 વર્ષથી જોડાયેલા છે.
ભારત-રશિયાની મિત્રતા હંમેશા પ્લસમાં રહી છેઃ પીએમ મોદી
મને ખુશી છે કે ભારત અને રશિયા વૈશ્વિક સમૃદ્ધિને નવી ઉર્જા આપવા માટે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે. અહીં હાજર તમે બધા ભારત અને રશિયાના સંબંધોને નવી ઊંચાઈ આપી રહ્યા છો. તમે તમારી સખત મહેનત અને પ્રમાણિકતાથી રશિયન સમાજમાં યોગદાન આપ્યું છે. રશિયા શબ્દ સાંભળતા જ દરેક ભારતીયના મનમાં પહેલો શબ્દ આવે છે તે છે ભારતનો સુખ-દુઃખમાં ભાગીદાર, ભારતનો વિશ્વાસુ મિત્ર, આપણે તેને ‘દોસ્તી’ કહીએ છીએ…શિયાળાની ઋતુમાં તાપમાન માઈનસમાં કેટલું પણ નીચે જાય તે મહત્વનું નથી. રશિયામાં પરંતુ ભારત-રશિયાની મિત્રતા હંમેશા પ્લસમાં રહી છે, તે હંમેશા ગરમ રહી છે. આ સંબંધ પરસ્પર વિશ્વાસ અને પરસ્પર આદરના મજબૂત પાયા પર બનેલો છે.
ભારતની નવી ગતિ વિશ્વ વિકાસનો નવો અધ્યાય લખશેઃ પીએમ મોદી
ભારત પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર ટીમ મોકલી રહ્યું છે. તમે જોશો કે આખી ટીમ અને એથ્લેટ્સ કેવી રીતે તેમની તાકાત બતાવશે. યુવાનોનો આ આત્મવિશ્વાસ ભારતની વાસ્તવિક મૂડી છે અને આ યુવા શક્તિ ભારતને 21મી સદીમાં નવી ઉંચાઈઓ પર લઈ જવાની સૌથી મોટી ક્ષમતા દર્શાવે છે. ચૂંટણી વખતે હું કહેતો હતો કે ભારતે જે વિકાસ કર્યો છે. છેલ્લા 10 વર્ષ માત્ર ટ્રેલર છે, આવનારા 10 વર્ષમાં આપણે વધુ ઝડપથી વિકાસ કરવાના છીએ. સેમિકન્ડક્ટરથી લઈને ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સુધી, ગ્રીન હાઈડ્રોજનથી લઈને ઈલેક્ટ્રિક વાહનો અને વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ભારતની નવી ગતિ વિશ્વ વિકાસનો નવો અધ્યાય લખશે. વૈશ્વિક ગરીબીથી લઈને આબોહવા પરિવર્તન સુધી ભારત દરેક પરિસ્થિતિને પડકારવામાં મોખરે રહેશે.


