PM મોદી અમેરિકાના પ્રવાસે છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે દ્વીપક્ષીય બેઠક કરી હતી. અમેરિકાની વિવિધ કંપનીના સીઇઓ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ ન્યુ જર્સીમાં ભારતીય સમુદાયને સંબોધન કરવા પહોંચ્યા હતા. અમેરિકામાં પીએમ મોદીનું આગમન થતા ત્યાં રહેતા ભારતીયોમાં અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. પીએમ મોદીને જોવા માટે સૌ કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા.લોકો પીએમ મોદીની એક ઝલક જોવા દૂર દૂરથી આવ્યા હતા. ત્યારે એક પ્રશંસક તો પીએમ મોદીની હીરા મઢેલી મૂર્તિ લઇને આવ્યા.
દોઢ વર્ષ થયુ બનાવતા
અમેરિકાના લોંગ આઈલેન્ડમાં પીએમ મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ભારતીય જ્વેલર્સે પીએમ મોદીની હીરાની પ્રતિમા બનાવી હતી. જે તેઓ પીએમ મોદીએ ભેટમાં આપવા માગતા હતા. તેમણે કહ્યું કે તેને બનાવવામાં દોઢ વર્ષનો સમય લાગ્યો હતો. સેમ ટુ સેમ મોદી જેવી જ પ્રતિમા બનાવવા માટે અમારે ઘણી વખત ફરીથી ડિઝાઇન કરવી પડી હતી. અમે તેને ઇનેમલમાંથી બનાવી છે.
ડાયમંડમાંથી બનાવી પ્રતિમા
પીએમ મોદીની આ પ્રતિમામાં લેબગ્રોન ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પીએમ મોદી આ ડાયમંડ વિશે પ્રમોટ પણ કરતા આવ્યા છે. જેમાં 1500 થી 3000 જેટલા હીરા લગાડેલા છે. તો બીજા જ્વેલર્સે કહ્યું કે તેઓ આ મૂર્તિ પીએમ મોદીને આપવા માગે છે. કારણ કે તેમણે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે ઘણુ કાર્ય કર્યુ છે. ભારતમાં આજે જે લેબગ્રોન હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે તે મોદીજીના શ્રેષ્ઠ પ્રયાસોને કારણે છે. તેનાથી લાખો લોકોને રોજગારી મળી છે. અને તે આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયો છે..
ભારતમાં ટેલેન્ટ અને ડેમોક્રેસી: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તેમની યુએસ મુલાકાત દરમિયાન, અમેરિકન ટેક કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે ભારતની વૃદ્ધિની સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને વેગ આપવા માટેની પહેલોની ચર્ચા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દિવસીય યુએસ મુલાકાતના બીજા તબક્કા દરમિયાન રવિવારે લોટ્ટે ન્યૂયોર્ક પેલેસ હોટેલમાં આ બેઠક થઈ હતી. મળતી માહિતી અનુસાર તેમાં AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર્સ જેવી અદ્યતન તકનીકો પર કામ કરતી 15 અગ્રણી અમેરિકન કંપનીઓના સીઈઓએ હાજરી આપી હતી. આ બેઠક ખૂબ જ સફળ રહી હતી. સીઈઓ ડાયલોગ્સમાં પીએમ મોદીએ સંબોન કર્યું જેમાં તેમને કહ્યું કે, ભારત ઝડપથી ગ્લોબલ પાવર હાઉસ બની રહ્યું છે.


