- લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપની તડામાર તૈયારી
- મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં વિકાસલક્ષી કાર્યોનું આયોજન
- ભાજપની દક્ષિણ ભારત પર ચૂંટણીને લઇ ખાસ નજર
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપની દક્ષિણ ભારત પર ખાસ નજર છે, તેને ધ્યાનમાં રાખીને PM મોદી સતત દક્ષિણનો પ્રવાસ કરી રહ્યા છે, જાન્યુઆરીમાં પણ PM મોદીનો આ ત્રીજો દક્ષિણ ભારતનો પ્રવાસ છે. જેમાં PM મોદી મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે.
PM નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે. તેમાંથી તમિલનાડુમાં વડાપ્રધાનનો કાર્યક્રમ મહત્વપૂર્ણ છે જ્યાં તેઓ જવાહર લાલ સ્ટેડિયમમાં ખેલો ઈન્ડિયાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રવાસ મહારાષ્ટ્રથી શરૂ થશે. અહીં સોલાપુરમાં પીએમ અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેમાં 2 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનાર 8 અમૃત પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થશે.
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપની દક્ષિણ ભારત પર ખાસ નજર છે, તેને જોતા પીએમ મોદી સતત દક્ષિણનો પ્રવાસ કરી રહ્યા છે, જાન્યુઆરીમાં પણ પીએમ મોદીનો આ ત્રીજો દક્ષિણ પ્રવાસ છે. આ પહેલા પીએમ મોદીએ કેન્દ્રીય મંત્રી મુરુગલના ઘરે 14 જાન્યુઆરીએ પોંગલ તહેવારની ઉજવણી કરી હતી. શુક્રવારે, મહારાષ્ટ્રથી, પીએમ મોદી કર્ણાટક જશે, જ્યાં બપોરે 2:45 વાગ્યે, વડા પ્રધાન મોદી રાજધાની બેંગ્લોરમાં ભારતમાં ખોલવામાં આવી રહેલા બોઇંગના કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે. બોઇંગ સુકન્યા યોજના બેંગ્લોરમાં શરૂ થશે. આ યોજના હેઠળ મહિલાઓને ઉડ્ડયન ક્ષેત્રમાં ભાગીદારી મળશે. કર્ણાટક બાદ પીએમ તમિલનાડુ જશે. વડાપ્રધાન મોદી સાંજે 6 વાગ્યે ચેન્નાઈમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. પીએમ ચેન્નાઈમાં તમિલ ભાષાની ડીડી ચેનલ પોધિગાઈને પણ ફરીથી લોન્ચ કરશે. આ ઉપરાંત તેઓ રૂ. 250 કરોડના ખર્ચે પ્રસારણ ક્ષેત્રના પ્રોજેક્ટનો પાયો નાખશે.


