- પીએમ મોદીએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે કર્યા કડક નિયમો
- 11 દિવસ માત્ર નારિયેળ પાણી પીશે અને જમીન પર સૂશે
- જમીન પર સૂવાથી શરીરના સ્વાસ્થ્યને થાય છે અનેક ફાયદા
પીએમ મોદીએ ભગવાન રામના અભિષેક પહેલા વિશેષ અનુષ્ઠાનની શરૂઆત કરી છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી 11 દિવસની વિશેષ વિધિ દરમિયાન ફક્ત નારિયેળ પાણીનું જ સેવન કરી રહ્યા છે. તેઓ આ 11 દિવસ જમીન પર ચટાઈ પર જ સૂવાના છે. તેઓ 22 જાન્યુઆરી સુધી આ રૂટિનનું કડક રીતે પાલન કરી રહ્યા છે. તો જાણો શરીર માટે કેવી રીતે ફાયદાકારક થાય છે આ રૂટિન.
22 જાન્યુઆરી સુધી PM ફોલો કરશે આ રૂટિન
22 જાન્યુઆરીનો દિવસ ભારતીયો માટે ઈતિહાસનો એક મોટો અવસર સાબિત થવાનો છે. અયોધ્યામાં ભગવાન રામના અભિષેક સાથે ઈતિહાસ રચાઈ રહ્યો છે. સમગ્ર ભારતમાં આ અવસર માટે એક અલગ જ ઉત્સુકતા જોવા મળી રહી છે. પીએમ મોદી પણ ધાર્મિક વિધિ દરમિયાન તેમની જીવનશૈલીમાં કડક નિયમોનું પાલન કરી રહ્યા છે.
પીએમ મોદીનું જાણો ડાયટ
આ ઉંમરે પણ પીએમ મોદી ખાસ રૂટિનને ફોલો કરી રહ્યા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરે તેઓએ 11 દિવસ માત્ર નારિયેળ પાણી પીવાની અને જમીન પર સૂઈ રહેવાની દિનચર્યાને ફોલો કરી છે. મળતી માહિતી અનુસાર પીએમ આ દિવસોમાં માત્ર ફળો અથવા દૂધની બનાવટો જ ખાશે. આ દરમિયાન તેમને જમીન પર જ સૂવું પડશે. આયુર્વેદ નિષ્ણાતો દ્વારા જમીન પર સૂવાથી સ્વાસ્થ્યને કેવી રીતે ફાયદા થાય છે તે જણાવવામાં આવ્યું છે.
જમીન પર સૂવાના ફાયદા
જમીન પર સૂવું સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક હોય છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે જમીન પર સૂવાથી વ્યક્તિ શવાસનની મુદ્રામાં આવે છે. આ મુદ્રા યાદશક્તિને સુધારવામાં મદદ કરે છે અને હાઈ બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. જમીન પર સૂવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ પણ સુધરે છે અને શરીરની મુદ્રા પણ યોગ્ય રહે છે. જે લોકો જમીન પર સૂવે છે તેમને કમરના દુઃખાવા જેવી સમસ્યો થતી નથી. જો કે, જ્યારે તમે જમીન પર ઓશીકા વગર સૂવો છો ત્યારે શરીરને વધારે ફાયદા મળતા હોય છે.
નારિયેળ પાણી પીવાના ફાયદા
શિયાળામાં લોકો નારિયેળ પાણી પીવાનું ટાળતા હોય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ સિઝનમાં પણ નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન-C, સોડિયમ અને અન્ય ઘણા તત્વો હોય છે. તેમાં ઈલેક્ટ્રોલાઈટ્સ પણ હોય છે. તેથી નારિયેળ પાણી પીવાથી શરીરમાં હાઈડ્રેશનની કમી નથી થતી. આયુર્વેદ પણ કહે છે કે જો તમારે શિયાળામાં નારિયેળનું પાણી પીવું હોય તો બપોરે પીવો જોઈએ. તેની તાસીર ઠંડો હોવા છતાં પણ આ સમયે તેને પીવાથી કોઈ નુકસાન થતું નથી. જો કે, કોઈ વ્યક્તિ શરદી અને ઉધરસથી પીડાતી હોય તો તેણે ડૉક્ટર અથવા નિષ્ણાતોની સલાહ પર જ નારિયેળ પાણીનુ સેવન કરવું જોઈએ.