CEPA કરાર બન્ને દેશ માટે વેપાર, રોકાણ, રોજગાર અને આર્થિક વિવિધીકરણમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવશે.
ઉદ્યોગ જગત માટે સુવર્ણ તક
પીએમ મોદી ઓમાન પ્રવાસે છે. તેમના ઓમાન પહોંચવા પહેલા બન્ને દેશના કારોબારી જગતમાં ઉત્સાહ છે. ઓમાની ઉદ્યોગ જગતનું માનવું છે કે, ભારત અને ઓમાન વચ્ચે પ્રસ્તાવિત વ્યાપક આર્થિક કરાર દ્વિપક્ષીય વેપાર, રોજગારની તક અને આર્થિક ક્ષેત્રે મોટો બદલાવ લાવવા માટે મહત્ત્વનો સાબિત થશે. પીએમ મોદી ઓમાનના બે દિવસીય પ્રવાસે છે. અને આ પ્રવાસ દરમિયાન ભારત-ઓમાન CEPA પર ઔપચારિક રૂપથી હસ્તાક્ષર થવાની આશા છે. મોદી હવે ઓમાન માટે રવાના થયા છે.
લાંબા ગાળાના રોકાણને મળશે મજબૂતી
ઓમાનની પ્રખ્યાત કારોબારી કંપની ખિમજી રામદાસ ગ્રુપના નિર્દેશક અજય ખિમજીએ પીએમ મોદીની યાત્રાને ભારત અને ઓમાન માટે સન્માનની વાત ગણાવી છે. તેઓએ કહ્યુ કે, આ યાત્રા બન્ને દેશ વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત કરે છે. અજય ખિમજીએ જણાવ્યુ હતુ કે, ભારત અને ઓમાન મુક્ત વેપાર કરાર આવનારા સમય માટે અમારા સંયુક્ત વિચારની જાહેરાત છે. આ માત્ર દસ્તાવેજ નથી. પરંતુ એવો કરાર છે જે વેપાર, નિવેશ અને સેવાઓના ક્ષેત્રમાં હાજર તમામ મુશ્કેલીઓને દૂર કરીને સફળતાના દરવાજા ખોલશે.
CEPAથી વધશે વેપાર
અજય ખિમજીએ કહ્યુ હતુ કે, આ કરાર દેશની વચ્ચે વેપારી સંબંધોની સાથે-સાથે સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પણ નવી ગતિ આપશે. ઓમાન ચેંબર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કમીટીના ઉપાધ્યાક્ષ ડેવિસ કલ્લુકારને CEPAને ઓમાનના કારોબારી માહોલ માટે ‘ગેમ ચેન્જર’ ગણાવ્યુ છે. ડેવિસ કલ્લુકારને જણાવ્યુ હતુ કે, આ કરાર ઓમાનમાં આયાત-નિકાસ અને રોજગાર માટે મોટા પરિવર્તન સમાન છે. હાલમાં ભારત-ઓમાનનો દ્વિપક્ષીય વેપાર લગભગ 12 અરબ ડોલરનું છે. પરંતુ CEPA બાદ તેનો વ્યાપ વધી શકે છે. કસ્ટમ ડ્યુટી અને વેપારને લગતી મુશ્કેલીઓ દૂર થતા કારોબારને નવી રફ્તાર મળશે.
આ પણ વાંચોઃ PM Modi Ethiopia Visit: આતંકવાદ વિરુદ્ધ એકત્ર થઇને લડવુ પડશે, ઇથોપિયાની સંસદમાં બોલ્યા પીએમ મોદી


