- વડાપ્રધાન મોદીની જાહેર સભામાં લાઇટ ટાવર પર ચઢી ગઈ કિશોરી
- જોખમી લાઇટ ટાવર પર ચઢેલી દીકરી માટે અટકાવ્યું ભાષણ
- દીકરી આ ઠીક નથી, નીચે આવી જાઓ, હું તમને સાંભળીશ: પીએમ મોદી
તેલંગાણાની રાજધાની હૈદરાબાદ પાસે આવેલા સિકંદરાબાદમાં પીએમ મોદીની ચૂંટણી રેલી દરમિયાન એક ચોંકાવનાર પરંતુ રસપ્રદ ઘટના બની. પીએમ મોદી મંચ પરથી સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક એક દીકરી સભામાં લાઇટ કરવા માટે લગાવેલા પોલ પર ચઢી ગઈ. ત્યારબાદ, પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. પીએમ મોદીએ યુવતીને નીચે ઉતરવા માટે વિનંતી કરી અને તેની સમસ્યા હલ કરવાનું આશ્વાસન આપ્યું. ત્યારબાદ, યુવતી ખુશ થઈ ગઈ અને નીચે ઉતારી ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દીકરીને સમજવાતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તેલંગાણામાં 30મી નવેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે અને જાહેર સભાઓને સંબોધી રહ્યા છે. ત્યારે આવા જ એક ચૂંટણી કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી પણ તેલંગાણા પહોંચ્યા અને જનસભાને સંબોધતા રાજ્યના લોકો પાસેથી ભાજપ માટે સમર્થન માંગ્યું. અહીં તેમણે વિરોધ પક્ષો પર પણ જોરદાર નિશાન સાધ્યું.
આ દરમિયાન દીકરી લાઇટ પોલ પર ચડી જવાની ઘટના પણ સામે આવી હતી. જાહેર સભામાં હાજર નેતાઓ અને સુરક્ષાકર્મીઓમાં ખળભળાટ મચી ગયો હતો. દરેક વ્યક્તિ યુવતીને નીચે ઉતરવાની વિનંતી કરતી જોવા મળી હતી. વોસો, પીએમ મોદી સ્ટેજ પરથી બોલ્યા અને કહ્યું, “દીકરી, નીચે આવો, જુઓ આ બરાબર નથી. આ વાયર બગડ્યો છે. અમે તમારી સાથે છીએ, તમે નીચે આવો દીકરા. જુઓ, આ વાયરની હાલત સારી નથી. ત્યાં શોર્ટ સર્કિટ થઈ શકે છે.”
પીએમ મોદીએ આગળ કહ્યું કે, “દીકરા, અહીં આવું કરવાથી કોઈ ફાયદો નહીં થાય. હું અહીં તમારા માટે આવ્યો છું. તમે કૃષ્ણ જી (ભાજપના ઉમેદવાર)ને સાંભળો.”