- નવા સંસદ ભવનમાં પ્રથમ શિયાળુ સત્ર
- ચાર રાજ્યોના પરિણામ ઉત્સાહવર્ધક: PM મોદી
- દેશના ભવિષ્યને પરિણામ સમર્પિત:PM મોદી
આજથી 22 ડિસેમ્બર સુધી શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે પીએમ મોદી શિયાળુ સત્ર અગાઉ સંબોધન કર્યુ હતું. તેમણે જણાવ્યું કે ઉત્તમ જનાદેશ બાદ હવે નવા સંસદ મંદિરમાં મળી રહ્યા છીએ. દેશના લોકોએ નકારાત્મકતા નકારી કાઢી છે. સંસદનુ શિયાળુ સત્ર સુચારૂ રૂપે ચાલે તેવા પ્રયાસો કરાશે તેમ જણાવ્યું હતું.
પરિણામો પ્રોત્સાહિત કરનારા- PM મોદી
સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજકીય ગરમાવો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ગઈકાલે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. પરિણામો ખૂબ જ ઉત્સાહવર્ધક છે. ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ લોકોનું કલ્યાણ કરવા અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે.
ચાર મહત્વની જાતિઓની ગણતરી કરી
પીએમ મોદીએ કહ્યું તે તમામ સમાજ અને તમામ જૂથોની મહિલાઓ, યુવાનો, દરેક સમુદાય અને સમાજના ખેડૂતો અને મારા દેશના ગરીબો. આ 4 એવી મહત્વની જ્ઞાતિઓ છે જેમના સશક્તિકરણ, તેમના ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે નક્કર યોજનાઓ અને છેલ્લી વ્યક્તિ સુધી પહોંચવાના સિદ્ધાંતોને આધારે ઘણો ટેકો મળે છે. જ્યારે સુશાસન અને જનહિતને ટેકો મળે છે ત્યારે સત્તાવિરોધી અપ્રસ્તુત બની જાય છે. આપણે જોઈ રહ્યા છીએ કે કેટલાક લોકો તેને સુશાસન કહે છે અને કેટલાક લોકો તેને સરકાર તરફી કહે છે. આ પરિવર્તન સતત આવી રહ્યું છે.
‘નવા મંદિરમાં મળી રહ્યા છીએ’
નવી સંસદ ભવનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું આટલા અદ્ભુત જનાદેશ પછી અમે સંસદના નવા મંદિરમાં મળી રહ્યા છીએ. આ નવા કેમ્પસનું ઉદઘાટન થયું ત્યારે એક નાનું સત્ર હતું અને ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. પરંતુ આ વખતે મને આ ગૃહમાં લાંબા સમય સુધી કામ કરવાની તક મળશે.
‘હારનો ગુસ્સો સદનમાં ન ઉતારતા’
પીએમ મોદીએ વિપક્ષને સલાહ આપતા જણાવ્યું કે હારનો ગુસ્સો સદનમાં ન ઉતારતા. હાર પર ગુસ્સો કાઢવાને બદલે સકારાત્મક ચર્ચા કરવી જોઈએ. છેલ્લા 9 વર્ષથી ફેલાતા નકારાત્મક વિચારોને બદલવા પડશે. તેમણે કહ્યું કે વિરોધ કરવા ખાતર વિરોધની પદ્ધતિ છોડી દો. દેશના હિતમાં હકારાત્મક બાબતોને ધ્યાને રાખો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે વિપક્ષમાં હોવા છતાં પણ હું તમને સૂચન કરું છું કે તમારો આંતરિક ગુસ્સો બહાર ન કાઢો. પીએમ મોદીએ કહ્યું કે હું રાજકીય દૃષ્ટિકોણથી પણ કહીશ કે તમારી છબી નકારાત્મક ન બને તે તમારા હિતમાં છે. લોકશાહીમાં વિપક્ષ એ શાસક પક્ષ જેટલું જ મહત્ત્વનું અને મૂલ્યવાન છે.


