- આતંકવાદી હુમલાના 22 વર્ષ પૂર્ણ થવા પર ગૃહમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
- આ પ્રસંગે પીડિતના પરિવારના સભ્યો પણ સંસદમાં હાજર હતા
- સુરક્ષા જવાનોએ પોતાનો જીવ જોખમમાં મુકીને પાંચેય આતંકીઓને ઠાર કર્યા હતા
22 વર્ષ પહેલા આ દિવસે ભારતીય સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો. જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓએ લોકશાહીના સૌથી મોટા મંદિરમાં ઘૂસવાનો નાપાક પ્રયાસ કર્યો હતો, પરંતુ બહાદુર જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશના દુશ્મનોને ઠાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધી અને અન્ય નેતાઓ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સંસદમાં એકઠા થયા હતા. સંસદ હુમલાના 22 વર્ષ.
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધી હાજર રહ્યા
આતંકવાદી હુમલાના 22 વર્ષ પૂર્ણ થવા પર ગૃહમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે પીડિતના પરિવારના સભ્યો પણ સંસદમાં હાજર હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહે પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. આ દરમિયાન સોનિયા ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓ ત્યાં હાજર હતા.
જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને આતંકવાદીઓને ઠાર કર્યા હતા
સુરક્ષા જવાનોએ પોતાનો જીવ જોખમમાં મુકીને પાંચેય આતંકીઓને ઠાર કર્યા હતા. આ હુમલામાં 9 જવાન શહીદ થયા હતા અને 16 જવાનો ઘાયલ થયા હતા. શહીદ થયેલા જવાનોમાં જગદીશ પ્રસાદ યાદવ, મતબર સિંહ નેગી, નાનક ચંદ, રામપાલ, ઓમપ્રકાશ, બિજેન્દ્ર સિંહ, ઘનશ્યામ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની મહિલા કોન્સ્ટેબલ કમલેશ કુમારી અને CPWD કર્મચારી દેશરાજનો સમાવેશ થાય છે.


