વડાપ્રધાન મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે. આ દરમ્યાન પીએમ મોદીએ ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીની આ યાત્રા દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ભારતને એક ભેટ સોંપી છે. અમેરિકાએ ભારતની તેની 297 પ્રાચીન કિંમતી કળાકૃતિઓ સોંપી છે. આ કળાકૃતિઓને ભારતથી તસ્કરી કરી વિદેશ લઈ જવામાં આવી હતી. અમેરિકામાં ગત વર્ષમાં ભારતની આવી 578 ઐતિહાસિક વસ્તુઓ આપી ચુકયા છે.
અમેરિકાએ અગાઉ પણ વારસા પરત કર્યા છે
PM નરેન્દ્ર મોદીની અગાઉની અમેરિકાની મુલાકાતો પણ ભારતમાં પ્રાચીન વસ્તુઓ પરત કરવાના સંદર્ભમાં ઘણી સફળ રહી છે. વર્ષ-2021માં જ્યારે પીએમ મોદીએ અમેરિકાની મુલાકાત લીધી ત્યારે યુએસ સરકારે 157 પ્રાચીન વારસો ભારતને પરત કર્યા હતા. 12મી સદીની કાંસ્ય નટરાજની પ્રતિમા પણ 2021માં પરત કરવામાં આવેલ પ્રાચીન વારસામાં સામેલ હતી.
પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો
પ્રાચીન અમૂલ્ય કલાકૃતિઓને સોંપવા અંગે પીએમ મોદીએ કહ્યું કે આપણે સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવા પડશે અને સાંસ્કૃતિક સંપત્તિની ગેરકાયદે હેરફેર સામેની લડાઈને મજબૂત કરવી પડશે. ભારતને 297 અમૂલ્ય પ્રાચીન વસ્તુઓ પરત કરવા બદલ હું રાષ્ટ્રપતિ જોઈ બાઈડેન અને યુએસ સરકારનો ખૂબ જ આભારી છું.
ભારત અને અમેરિકા વચ્ચે કરાર થયા
ઉલ્લેખનીય છે કે, જુલાઈ-2024માં દિલ્હીમાં 46મી વર્લ્ડ હેરિટેજ કમિટીના અવસર પર ભારત અને અમેરિકાએ પહેલીવાર ‘સાંસ્કૃતિક સંપત્તિ કરાર’ પર હસ્તાક્ષર કર્યા હતા. જેનો હેતુ ભારતમાંથી અમેરિકામાં ભારતીય પ્રાચીન વસ્તુઓની ગેરકાયદેસર દાણચોરી રોકવાનો હતો. જો કે, છેલ્લા 10 વર્ષમાં એક તરફ દાણચોરી બંધ થઈ છે તો બીજી તરફ ભારતને પ્રાચીન વારસો મળ્યો છે.


