PM નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસ બાદ ભારત આવવા રવાના થઇ ચુક્યા છે. સોમવારે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રીએ કહયુ હતુ કે વૈશ્વિક શાંતિ માટે આતંકવાદ એક વિકરાળ તોળાતો ખતરો છે. માનવતાની સફળતા સામુહિક શક્તિમાં છે, યુદ્ધના મેદાનમાં નહી. PM નરેન્દ્ર મોદી સાથે બીજા રાજાઘ્યક્ષો સાથે મુલાકાત કરી.
સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ આજે ભારતને યુદ્ધ ખતમ કરવા પહેલ કરવા વિનંતી કરી રહ્યું છે.
PM નરેન્દ્ર મોદીની અમેરિકા પ્રવાસ દરમિયાન પીસમેકીંગ, બિઝનેસ, ભારત બ્રાન્ડીંગ, ડિફેન્સ, અને સફળતા અને ડિપ્લોમસીની મોટી વાત કહી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું કદ વધી રહ્યું છે અને વિશ્વના તમામ અગ્રણી દેશો દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવી રહ્યો છે. એક તરફ રશિયા-યુક્રેનનું યુદ્ધ અઢી વર્ષથી ચાલી રહ્યું છે તો બીજી તરફ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન પણ લગભગ એક વર્ષથી યુદ્ધના મેદાનમાં છે. આ યુદ્ધોથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું છે. રશિયાથી લઈને યુક્રેન સુધી એ વાત સ્વીકારવામાં આવી છે કે જો ભારત મધ્યસ્થી કરે તો યુદ્ધ ખતમ કરવા માટે વાતચીત થઈ શકે છે. સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ આજે ભારતને યુદ્ધ ખતમ કરવા પહેલ કરવા વિનંતી કરી રહ્યું છે.
1. અમેરિકા સાથેના સંબંધો વધુ ગાઢ બનશે, PM મોદીએ પોતાના અમેરિકન પ્રવાસ દરમિયાન દુનિયાને પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો. તેમણે કહ્યું કે, આજે સમગ્ર વિશ્વ સાથે અમારી ભાગીદારી વધી રહી છે
2. શાંતિ નિર્માણ પર ક્વાડ યુનાઈટેડ
3. ચીનને પણ ઘેરવાની મુત્સદ્દીગીરી…
4. સંરક્ષણ ક્ષેત્રમાં શું સફળતા તે અંગે જણાવ્યુ
6. વિશ્વને ભારતની તાકાતનો અહેસાસ કરાવ્યો
7. પીએમ મોદીએ અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયની સુવિધાઓનું પણ ધ્યાન રાખ્યું છે. તેમણે જાહેરાત કરી કે હવે બોસ્ટન અને લોસ એન્જલસમાં નવા કોન્સ્યુલેટ ખોલવામાં આવશે.
8.ઉદ્યોગપતિને ખાસ સંદેશ આપ્યો. ક્વાડ સમિટ પહેલા ભારત અને અમેરિકા વચ્ચે મોટા બિઝનેસ પર પણ અંતિમ મંજૂરી આપવામાં આવી છે. ભારતે આકાશ અને સમુદ્રની સુરક્ષા માટે અમેરિકા પાસેથી MQ-9B ગાર્ડિયન ડ્રોન ખરીદ્યું છે. આ મેગા ડીલમાં સામેલ છે.
9. સંયુક્ત મહાસભામાં સામૂહિક એકતાની શક્તિ સમજાવી
10. UNSCમાં કાયમી બેઠક માટેનો દાવો મજબૂત થયો


