હાલ પીએમ મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા.. ગઇકાલે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઇટ હાઉસમાં બેઠક મળી હતી. જેમાં સુરક્ષા, વેપાર અને દ્વિપક્ષીય સંબંધો પર વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીને ડોનાલ્ડ ટ્રમ્પે ગિફ્ટમાં એક પુસ્તક આપ્યું. જેનું નામ હતું ‘Our Journey Together’.
પીએમ મોદીને ભેટમાં આપ્યું પુસ્તક
આ એક ફોટોબુક છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળની ડિટેઇલ્સ છે. આ બુકમાં મોટા મોટા આયોજનોની તસવીર પણ છે. સપ્ટેમ્બર 2019માં પીએમ મોદીએ અમેરિકાના પ્રવાસ સમયે હાઉડી મોદી કાર્યક્રમ કર્યો હતો તેની યાદો પણ જોવા મળી હતી.
પીએમ મોદીનું સ્વાગત કરતાં ટ્રમ્પે તેમને ઉષ્માભેર ગળે લગાવ્યા હતા. ત્યારબાદ તેઓ ચર્ચા કરવા માટે બેઠા હતા. સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદી માટે પુસ્તક પર વ્યક્તિગત રીતે હસ્તાક્ષર કર્યા અને લખ્યું: ” Mr. Prime Minister You are Great.
આ પુસ્તકમાં ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન મોદીને 2020 ની ભારત મુલાકાત દરમિયાન નમસ્તે ટ્રમ્પ રેલીના ચિત્રો અને તાજમહેલની સામે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ સાથેનો તેમનો ફોટો પણ બતાવ્યો. પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “મારા માટે એ ખૂબ જ સન્માનની વાત છે કે ભારતીય વડા પ્રધાન મોદી અહીં છે. તેઓ લાંબા સમયથી મારા સારા મિત્ર રહ્યા છે. અમારા વચ્ચે ખૂબ જ સારા સંબંધો રહ્યા છે અને અમે અમારા ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન આ સંબંધ જાળવી રાખ્યો છે.”
ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના કર્યા વખાણ
પીએમ મોદી સાથે મુલાકાત બાદ ટ્રમ્પે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓ પીએમ મોદીના વખાણ કરતા થાકતા ન હતા. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી મારા કરતા વધારે કડક સમાધાનકારી છે. તેઓ મારા કરતા સારા વાર્તાકાર છે. તેમનો મુકાબલો શક્ય નથી. તેઓ એક મહાન નેતા છે. ટ્રમ્પે વધુમાં કહ્યં કે મોદી ભારતમાં સારુ કામ કરી રહ્યા છે અને તે મારા સારા મિત્ર છે.
પીએમ મોદીએ ટ્ર્મ્પ વિશે વધુમાં કહ્યું કે તેઓ દેશ હિતને સૌ પ્રથમ રાખે છે. હું હંમેશા તેમના પાસેથી શીખું છું. ત્યારબાદ બંને નેતાઓ એકબીજાને ગળે લાગ્યા હતા. મહત્વનું છે કે પીએમ મોદી અને ડોનાલ્ડ઼ ટ્રમ્પની મિત્રતા ઘણી જૂની છે. તેમણે એક આલ્બમમાં જૂની તસવીર જોઇને હસતા પણ દેખાયા. ટ્રમ્પે કહ્યું કે આ મુલાકાત પછી ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બનશે.
દ્વિપક્ષીય બેઠકમાં શું થઇ વાતચીત
ઉલ્લેખનીય છે કે દ્વિપક્ષીય બેઠકમાં બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિકમાં સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા માટે પણ સંમતિ વ્યક્ત કરી હતી. જે આ ક્ષેત્રમાં ચીનના પ્રભાવનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ છે. અમેરિકી રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે તેમનું વહીવટીતંત્ર ભારતને અત્યાધુનિક F-35 ફાઇટર જેટ વેચવા માટે તૈયાર છે. વધુમાં, તેઓએ AI અને પરમાણુ ઊર્જા સહિત અદ્યતન તકનીકોમાં સંયુક્ત ઉત્પાદન સંબંધિત પહેલોની ચર્ચા કરી હતી.


