વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ અમેરિકાના પ્રવાસે છે. આજે પીએમ મોદી UNGAમાં સંબોધન કરવાના છે. પીએમ નરેન્દ્ર મોદી UNGAમાં સમિટ ફૉર ફ્યૂચરને સંબોધિત કરશે. પીએમ મોદીએ UNGAમાં સંબોધન પહેલા પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરી હતી. પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમુદ અબ્બાસ સાથે દ્વીપક્ષીય બેઠક યોજી હતી.
અમેરિકા પ્રવાસના ત્રીજા દિવસે આજે પીએમ મોદી UNGAમાં સંબોધન કરવાના છે. પરંતુ આની પહેલા તેઓએ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સહા ખાલિદને પણ મળ્યા હતા. તેઓની સાથે મુલાકાત કરી મહત્ત્વની ચર્ચાઓ પણ કરી હતી. જો કે પેલેસ્ટાઈન રાષ્ટ્રપતિ સાથે મુલાકાતમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધ અંગેની ચર્ચા થયાની શક્યતા પણ છે. આ ઉપરાંત નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલા સાથે પણ બેઠક કરી વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.


