વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસ પર છે. પ્રથમ દિવસે ક્વાડ શિખર સંમેલનના મંચ પર પીએમ મોદી સહિત ત્રણ વૈશ્વિક શક્તિઓ હિંદ-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા સહિત ઘણા મુદ્દાઓ ઉપર વાતચીત કરી. આ અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ડેલાવેયરમાં પોતાના ઘર પર પીએમ મોદીને આમંત્રણ આપી ભાવભીનું સ્વાગત કર્યું. હતું. આ ઉપરાંત પીએમને હેરિટેજ ગિફ્ટ આપી હતી.ત્યારબાદ જો બાઈડેનના ઘરે ભારત-અમેરિકાના સંબંધો વિશે દ્વીપક્ષીય વાતચીત કરવામાં આવી હતી.
297 હેરિટેજ કળાકૃતિઓ પરત આપવા માટે અમેરિકાનો આભાર : પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 297 ઐતિહાસિક વારસો પરત આપવા માટે અમેરિકાનો આભાર માન્યો હતો. તેમને જણાવ્યું કે, સાંસ્કૃતિક સંબંધને ગાઢ કરવા અને સાંસ્કૃતિક સંપત્તિઓની ગેરકાયદે તસ્કરી વિરુદ્ધ લડાઈને મજબૂત કરવાનો હેતુ છે. હું રાષ્ટ્રપતિ જો બાઈડેન અને અમેરિકાની સરકારનો આભારી છું. તેમને 297 અમૂલ્ય વારસાને ભારતને પરત અપાવી છે.
પશ્મીના શાલ ભેટ આપી
આ દરમિયાન પીએમ મોદીએ અમેરિકાની ફર્સ્ટ લેડી અને જો બાઈડેનના પત્ની જીલ બાઈડેનને પેપર માશે બોક્સમાં પેક કરેલી પશ્મિના શાલ ભેટમાં આપી હતી. પશ્મિના શાલ પરંપરાગત રીતે જમ્મુ અને કાશ્મીરમાંથી પેપિયર માચે બોક્સમાં પેક કરવામાં આવે છે. આ બોક્સ કાગળના પલ્પ, ગુંદર અને ઘણી કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને હાથથી બનાવવામાં આવે છે. દરેક બોક્સ કલાનો એક અનોખો નમૂનો છે, જે કાશ્મીરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે.
બાઈડેને પીએમ મોદીને ચાંદીની ટ્રેન આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જો બાઈડેને એક પ્રાચીન ચાંદીના હાથથી બનાવેલ ટ્રેન મોડલ ગિફ્ટમાં આપી. આની વિશેષતા એ છે કે, આમાં 92.5 ટકા ચાંદીનો ઉપયોગ કરાયો છે. એટલે કે, અડધાથી વધુ આમાં ચાંદીનો ઉપયોગ થયો છે. ભારતમાં જે રીતે પ્રવાસી ટ્રેનો પર સામાન્ય રીતે ઈન્ડિયન રેલવે લખેલું હોય છે ઠીક એવું જ બાઈડેને જે પીએમ મોદીને પ્રાચીન વારસાની ગિફ્ટ આપી છે તેની પર ઈન્ડિયન રેલવે અંકિત છે.
આ માટે ખાસ છે મોડલ
આ મોડલને મહારાષ્ટ્રના કારીગરોએ તૈયાર કર્યું છે. જેમાં પારંપરિક ટેક્નિક જેમ કે, ઉત્કીર્ણ, રિપોસે એટલે કે ડિઝાઈન તૈયાર કરવા હથોડી મારવી જેવી જટિલ કામગીરીથી તૈયાર કરાયેલ છે. આ ટ્રેન મોડલ પર દિલ્હીથી ડેલાવેર પણ લખાયેલ છે. આ મોડલ સુંદર અને જોવામાં આકર્ષક છે.
આગામી વર્ષે ભારત ક્વાડ શિખર સંમેલન યોજશે
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું કે, બહુપક્ષીય બેઠકોમાં પીએમ મોદીએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં જુદાજુદા ભાગીદારોની સાથે વિકાસ માટે સહયોગ, સંપર્ક, જોડાણ માટે ભારતના વિઝનને રેખાકિંત કર્યું હતું, હવે ભારત-2025માં ક્વાડ શિખર સમિટનું આયોજન કરશે.
કાર્યક્રમોમાં ભાગ લેવા ઉત્સુક: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ ઉપર ડેલાવેયરમાં આયોજિત કાર્યક્રમ પછી ન્યૂયોર્ક પહોંચ્યા હતા. અહીં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં સામેલ થવા અને બીજા કાર્યક્રમોમાં ભાગ લેવા ઉત્સુક હોવાનું જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર ન્યૂયોર્ક પહોંચ્યા
ફિલાડેલ્ફિયામાં ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લીધો હતો. જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, જાપાનના પીએમ ફુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયન પીએમ એંથની અલ્બનીઝની સાથે દ્વીપક્ષીય બેઠક પણ કરી હતી. ત્યારબાદ પીએમ મોદી ન્યૂયોર્ક પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ કલાકારો સાથે મુલાકાત કરી હતી. અહીં ભારતીય પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી.
વિવિધ કાર્યક્રમોમાં પીએમ મોદીએ ભાગ લીધો
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું કે, પીએમ મોદી નવી દિલ્હીથી સાડા 15 કલાકના ઉડ્ડયન પછી અમેરિકાના ફિલાડેલ્ફિય પહોંચ્યા હતા. અહીંથી વિલમિંગટનમાં રાષ્ટ્રપતિ જો બાઈડેનના આવાસ પર બાઈડેન સાથે પીએમ મોદી દ્વિપક્ષીય બેઠકમાં સામેલ થયા હતા. પીએમ મોદીએ ક્વાડના બીજા નેતાઓની સાથે મળીને ક્વાડ નેતાઓએ શરૂ કરવા જઈ રહેલા મૂનશોટ પહેલના શુભારંભમાં ભાગ લીધો, જેનો હેતુ સર્વાઈકલ કૅન્સરથી થતા પડકારોનું સમાધાન કરવાનો છે.
વડાપ્રધાન મોદીને મળ્યા પછી, ઓડિશા સોસાયટીના સભ્યોમાંથી એક મહિલાએ કહ્યું, “હું ભુવનેશ્વરની છું. અમે ન્યૂજર્સીમાં રહીએ છીએ… અમે ખૂબ જ ઉત્સાહિત હતા.” વડાપ્રધાન મોદીને મળ્યા બાદ ઓડિશા સોસાયટીના એક સભ્યએ કહ્યું, ‘હું ગયા અઠવાડિયે મેસેચ્યુસેટ્સથી આવ્યો હતો અને તેણે સુભદ્રા યોજના શરૂ કરી હતી.


