પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દિવસ અમેરિકા પ્રવાસે છે. ત્યારે તેમને ભારતમાં રોકાણને લઈ ન્યૂયોર્કમાં સીઈઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકને પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું કે, ભારતમાં દરેક પોઝિટિવ સંભાવનાઓ છે. ભારત પાસે યુવા ટેલેન્ટ છે. અને યુવા ટેલેન્ટ પર વિશ્વને ભરોસો છે.
ભારતમાં ટેલેન્ટ અને ડેમોક્રેસી: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તેમની યુએસ મુલાકાત દરમિયાન, અમેરિકન ટેક કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે ભારતની વૃદ્ધિની સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને વેગ આપવા માટેની પહેલોની ચર્ચા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દિવસીય યુએસ મુલાકાતના બીજા તબક્કા દરમિયાન રવિવારે લોટ્ટે ન્યૂયોર્ક પેલેસ હોટેલમાં આ બેઠક થઈ હતી. મળતી માહિતી અનુસાર તેમાં AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર્સ જેવી અદ્યતન તકનીકો પર કામ કરતી 15 અગ્રણી અમેરિકન કંપનીઓના સીઈઓએ હાજરી આપી હતી. આ બેઠક ખૂબ જ સફળ રહી હતી. સીઈઓ ડાયલોગ્સમાં પીએમ મોદીએ સંબોન કર્યું જેમાં તેમને કહ્યું કે, ભારત ઝડપથી ગ્લોબલ પાવર હાઉસ બની રહ્યું છે.
ભારત પ્રત્યે વિશ્વને અપાર આશાવાદ
PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું – ન્યૂયોર્કમાં ટેક્નોલૉજી સીઈઓ સાથે ફળદાયી રાઉન્ડ ટેબલ મીટિંગ થઈ, જેમાં ટેક, ઈનોવેશન અને અન્ય બાબતો સાથે સંબંધિત પાસાઓ પર ચર્ચા થઈ. આ ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. ભારત પ્રત્યે અપાર આશાવાદ જોઈને હું ખુશ છું. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સમિટ દરમિયાન, મોદીએ કહ્યું હતું કે ટેક્નોલૉજી સહયોગ અને ઇનિશિએટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (ICET) જેવા પ્રયાસો ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના મૂળમાં છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના ત્રીજા કાર્યકાળમાં, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટેના તમામ પ્રયાસો કરશે અને કંપનીઓને સહયોગ અને નવીનતા માટે ભારતની વિકાસ ગાથાનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.


