અમેરિકામાં આગામી પાંચમી નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે ત્યારે બે દિવસ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી જીવલેણ હુમલાનો પ્રયાસ થયાની ચર્ચાએ જોર પકડયું છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમેરિકા પ્રવાસે જવાના છે આ વાત પણ અત્યારે ખૂબ ચર્ચામાં છે.
અમેરિકાના ડેલાવેયરમાં વિલમિંગટનમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન આ શિખર સંમેલનની યજમાની કરશે. શિખર સંમેલનમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બનીઝ અને જાપાનના વડાપ્રધાન ફુમિઓ કિશિદા પણ સામેલ થશે.
ભારતીય સમુદાય અને નેતાઓને પીએમ મોદી સંબોધન કરશે
નરેન્દ્ર મોદી ત્યારબાદ ન્યૂયોર્ક જશે અને 22 સપ્ટેમ્બરે લોંગ આઈલેન્ડમાં એક વિશાળ સામુદાયિક કાર્યક્રમને સંબોધિત કરશે. ત્યારબાદ આગામી દિવસે યુનોના હેડ કવાર્ટરમાં એક શિખર સંમેલનમાં વિશ્વ નેતાઓને સંબોધિત કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મિશિગનના ફ્લિંટમાં એક સભામાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આગામી અઠવાડિયે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં હશો તે તેઓની સાથે મુલાકાત કરશે. રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારે એક પ્રશ્નના ઉત્તરમાં વેપાર અને ટેક્સ અંગે વાચ કરતા આની જાણકારી આપી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ પીએમ મોદીને આગામી અઠવાડિયે મને મળશે અને મોદી શાનદાર છે. મારો અર્થ છે કેતેઓ શાનદાર વ્યકિત છે. ઘઘણા નેતાઓ તેજસ્વી છે.” ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે ભારત આયાત પર ભારે ડ્યૂટી લાદે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આ ખૂબ ચતુર લોકો છે. તમે જાણો છે કે તેઓ પોતાની રમતમાં માહેર છે અને તેઓ આનો ઉપયોગ અમારી વિરુદ્ધ કરે છે. ભારત ખૂબ કડક છે. બ્રાઝિલ ખૂબ સખત ચે. ચીન સૌથી કડક છે. પરંતુ અમે ચાર્જ મુદ્દે ચીન પર નજર રાખી રહ્યા છીએ. અમેરિકામાં બે મહિના કરતાં પણ ઓછો સમય છે રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાનો અને ટ્રમ્પ તેમજ કમલા હેરિસ વચ્ચે હાઈ પ્રોફાઈલ કાંટાની ટક્કર છે.


