અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ બીજીવાર સત્તા પર આવ્યા બાદ ભારતના પીએમ મોદી સાથે તેમની આ પ્રથમ મુલાકાત છે. આ બંને મહાનાયકો 13 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે બેઠક કરશે. આ મુલાકાત દરમિયાન વેપાર, ઉર્જા, સરંક્ષણ જેવા મુદ્દાઓ વિશે વાતચીત થશે. આ ઉપરાંત વીઝા નીતિ પર પણ ખાસ ભાર મુકવામાં આવશે. સાથે જ ટૈરિફ મામલે પણ ચર્ચા હાથ ધરવામાં આવશે.
ભારત અને અમેરિકાની બેઠક
પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ વોશિંગટનમાં મુલાકાત કરશે. બીજા કાર્યકાળની શરૂઆતમાં પીએમ મોદી સાથે તેમની પ્રથમ દ્રીપક્ષીય બેઠક છે. ટ્ર્મ્પ અને મોદી વચ્ચે યોજાનાર આ બેઠક બંને દેશ માટે મહત્વની છે. વોશિંગટનમાં યોજાનાર આ બેઠકમાં ભારત-અમેરિકાના સંબંધો, વેપાર ક્ષેત્ર, સરંક્ષણ નીતિ અને ઉર્જામાં સહયોગ જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે.
શું ટૈરિફ મામલે થશે ચર્ચા ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ બીજીવાર સત્તા પર આવ્યા બાદ તેઓ ચીન, કેનાડા અને મેક્સિકો પર ભારે ભરખમ ટૈરિફ લગાવી ચુક્યા છે. હવે ભારત પર પણ ટૈરિફ લગાવવા મામલે ટ્રમ્પનું વલણ સખ્ત દેખાઇ રહ્યુ છે. આ મુલાકાતમાં ટૈરિફનો મુદ્દો હોટ ફેવરિટ રહેશે. તો સાથે જ ઉદ્યોગપતિ અને ટ્રમ્પની ટીમમાં DOGEના પ્રભારી એલોન મસ્ક સાથે પણ વાતચીત થઇ શકે છે. ભારતનો મુખ્ય એજંડો ન્યૂક્લિયર અનર્જી સેક્ટરમાં અમેરિકી ફંડનો રહેશે. પીએમ મોદી 12 ફએબ્રુઆરીના રોજ વોશિંગટન પહોંચશે. અને 13 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે મુલાકાત કરશે. આ સાથે જ વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી માટે રાત્રી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.


