- 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મહોત્સવ
- PM મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ રહેશે હાજર
- ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પણ ઉપસ્થિત રહેશે
મહેસાણાના વાળીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં PM મોદી હાજરી આપશે. જેમાં વાળીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. PM મોદી સહિત કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. તેમજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પણ ઉપસ્થિત રહેશે.
22 ફેબ્રુઆરીએ સમાપન સમારોહમાં PM મોદી હાજર રહેશે
22 ફેબ્રુઆરીએ સમાપન સમારોહમાં PM મોદી હાજર રહેશે. મંદિર પરિસરમાં મંડપ બાંધવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેમજ પરિસર આસપાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કારણ કે વાળીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે. વડાપ્રધાન મોદી ટૂંકા ગાળામાં મહેસાણા જિલ્લાની મુલાકાત કરશે. ત્યારે વાળીનાથ મંદિર ખાતે વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ થઇ રહી છે.
સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા
વાળીનાથ ધામમાં 16થી 22 ફેબ્રુઆરીનાં રોજ શીવધામ પ્રાણપ્રતિષ્ઠા થનાર છે જેના ભાગરૂપે વાળીનાથ ધામ સ્થાપિત થનાર શિવલીંગ 12 જ્યોતિર્લિંગ, ચારધામ ખાતે રુદ્ર અભિષેકની વિધિ પૂર્ણ થયા બાદ સુરતમાં શિવલિંગની યાત્રાનું સુમન દેસાઈની વાડી, ઉધના ખાતે આગમન થયેલ હતું. જેનું રાયકા પરિવાર ખટોદરા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રથમાં વાળીનાથ અખાડાના મહંત જયરમગીરી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.


