- 12 દિવસમાં 7 લાખ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી : PM Modi
- નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યાર બાદ રેલવેના વિકાસકાર્યોમાં બુલેટ તેજી આવી: અશ્વિની વૈષ્ણવ
- PMના હસ્તે દેશને 85000 કરોડના વિકાસકાર્યોની ભેટ
PM નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે છે. જેમાં રેલવે પરિયોજનાઓના લોકાર્પણ કાર્યક્રમમાં PM Modiએ સંબોધન આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે લાખો લોકો આજે આ કાર્યક્રમ સાથે જોડાયા છે. રેલવેના ઇતિહાસમાં આવો મોટો કાર્યક્રમ ક્યારેય નહીં થયો હોય. આ ભવ્ય આયોજન માટે રેલવેને ધન્યવાદ. વિકસિત ભારત માટે થઇ રહેલા નવનિર્માણનો સતત વિસ્તાર થયો છે. દેશના ખૂણેખૂણે પરિયોજનાઓનું લોકાર્પણ થઇ રહ્યું છે.
12 દિવસમાં 7 લાખ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી
અનેક નવી યોજનાઓ શરૂ થઇ રહી છે. 75 દિવસમાં 11 લાખ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ અપાઇ છે. 12 દિવસમાં 7 લાખ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી છે. આજે પણ વિકસિત ભારતની દિશામાં મોટું પગલું ભરાયુ છે. 85000 કરોડના રેલવે પ્રોજેક્ટ્સ આજે દેશને મળ્યા છે. દહેજમાં બનેલા 20 હજાર કરોડના પ્રોજેક્ટનું પણ લોકાર્પણ છે. આજે એકતા મોલ્સનો પણ શિલાન્યાસ થયો છે. વોકલ ફોર લોકલના મિશન માટે આ મોલ્સ મદદરૂપ થશે. એક ભારત, શ્રેષ્ઠ ભારતની કલ્પનાને મજબુત કરશે આ મોલ.
રેલવે રિઝર્વેશનમાં દલાલી, કમિશનનું દૂષણ હતુ
ભારતના યુવાનોના વર્તમાન માટે આ લોકાર્પણ છે. યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની ગેરન્ટી છે આ શિલાન્યાસ. 2014 પહેલાં દેશે 25 – 30 રેલવે બજેટ જોયા છે. ટ્રેનને નવા સ્ટોપેજ ફાળવી દેવાતા હતા. મેં રેલવેના અલગ બજેટને કાઢી દેશના બજેટમાં જોડ્યુ છે. ભારત સરકારના બજેટના નાણાં રેલવેના વિકાસ માટે લાગે છે. પહેલા ભારતીય ટ્રેન હંમેશા મોડી જ આવતી હતી. રેલવેમાં સુરક્ષા, સ્વચ્છતા બધું જ ખરાબ સ્થિતિમાં હતુ. દેશના 6 રાજ્યોની રાજધાનીમાં ટ્રેન નહોતી પહોંચી. 2014માં 35 ટકા રેલ લાઇનોનું જ ઇલેક્ટ્રિફિકેશન થયું હતુ. રેલવે લાઇનોનું ડબલિંગ સરકારની પ્રાથમિકતા જ નહોતી. તેને કારણે મધ્યમવર્ગ, ખેડૂતો, નાના ઉદ્યોગોને મુશ્કેલી થતી હતી. રેલવે રિઝર્વેશનમાં દલાલી, કમિશનનું દૂષણ હતુ. લોકોએ પણ આશા છોડી દીધી હતી કે આમાં સુધાર આવે.
PMના હસ્તે દેશને 85000 કરોડના વિકાસકાર્યોની ભેટ
PMના હસ્તે દેશને 85000 કરોડના વિકાસકાર્યોની ભેટ મળી છે. તેમજ 6 હજારથી વધુ રેલવે પ્રોજેક્ટનું શિલાન્યાસ – લોકાર્પણ કર્યુ છે. PMના હસ્તે 10 નવી વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન. જેમાં અમદાવાદ – મુંબઈ વંદે ભારતનું ફ્લેગ ઓફ કરાવ્યુ છે. સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરાશે. જેને લઈ PM મોદી ગાંધી આશ્રમનો માસ્ટર પ્લાન તેનું લોન્ચિંગ કરશે.
PM મોદીએ DFC સેન્ટરનું નિરીક્ષણ કર્યું
PM મોદીએ DFC સેન્ટરનું નિરીક્ષણ કર્યું છે. તેમજ PM મોદી આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટની ભેટ આપશે. ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રિ-ડેવલપ કરવામાં આવશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે. તેમજ ફ્લેગ ઓફ ઉપરાંત 13 સ્થળો પર ઈ લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે.


