By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતને PM મોદીના હસ્તે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેની ભેટ મળશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગુજરાતને PM મોદીના હસ્તે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેની ભેટ મળશે

agragujaratnews
Last updated: 2024/02/21 at 7:05 PM
2 years ago
Share
ગુજરાતને PM મોદીના હસ્તે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેની ભેટ મળશે
SHARE

  • તાપીના કાકરાપારના બે નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ શરૂ થશે
  • NHAI દ્વારા વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેનો એક હિસ્સો પણ થશે શરૂ
  • સુરતમાં અને DREAM સિટીના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે, અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાતીઓ માટે હજારો કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં બીજી વાર વડાપ્રધાન ગુજરાતની જનતાને વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગોના રૂ.44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.
રૂ.22,500 કરોડથી વધુના ખર્ચે નિર્મિત બે નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ થશે દેશને સમર્પિત
વડાપ્રધાન દ્વારા જનતાને સમર્પિત થનારા વિકાસકાર્યોમાં તાપીના કાકરાપારમાં સ્થિત બે નવા ન્યુક્લિયર પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન એક મુખ્ય પ્રોજેક્ટ છે. 700 મેગાવોટની ક્ષમતા ધરાવતા આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ સ્વચ્છ અને સસ્ટેનેબલ ઊર્જાનો ઉપયોગ કરીને રાજ્યને શુદ્ધ ઝીરો કાર્બન ઉત્સર્જન પ્રાપ્તિની દિશામાં આગળ વધારશે. ગુજરાતમાં ભારતના પ્રથમ સ્વદેશી પરમાણુ ઊર્જા સંયંત્ર (ન્યુક્લિયર એનર્જી પ્લાન્ટ), કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટ (KAPP-3) માં યુનિટ-3નું ઉદ્ઘાટન ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ આ પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ સ્વદેશી નવીનીકરણ અને અત્યાધુનિક સુરક્ષા ઉપાયોનું ઉદાહરણ છે.
NHAIના રૂ.10,070 કરોડથી વધુ ખર્ચે નિર્મિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના એક હિસ્સાનું લોકાર્પણ-ખાતમુહુર્ત
સમગ્ર રાજ્યમાં એક મજબૂત રોડ નેટવર્કનું નિર્માણ કરવું એ ગુજરાત સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાંનું એક છે. આ દિશામાં, રાજ્યના વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના ત્રણ ભાગોનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ગયું છે. એમાં પહેલો ભાગ, 31 કિમી લાંબો મનુબરથી સાંપાનો છે, જેને રૂ.2400 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ જ રીતે, બીજો ભાગ લગભગ 32 કિમી લાંબો સાંપાથી પાદરાનો છે, જેને રૂ.3200 કરોડથી વધુના ખર્ચે અને ત્રીજો ભાગ 23 કિમી લાંબો પાદરાથી વડોદરાનો છે, જેને રૂ.4300 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ રીતે રૂ.10 હજાર કરોડથી વધુના NHAIના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વડાપ્રધાન જનતાને સમર્પિત કરશે.

સુરતમાં અને DREAM સિટીના વિકાસકાર્યો મળીને રૂ.5040 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત મહાનગરપાલિકા, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ડ્રીમ સિટીના વિકાસકાર્યો મળીને રૂ.5000 કરોડથી વધુના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તેમાં રૂ.3000 કરોડથી વધુના ખર્ચે 41 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત થશે અને રૂ.2000 કરોડથી વધુના ખર્ચે 18 વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. લોકાર્પણના કાર્યોમાં રૂ.840 કરોડના ખર્ચે 50 ઇલેક્ટ્રિક બસોને શરૂ કરવી, રૂ.597 કરોડના ખર્ચે નિર્મિત તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના વિવિધ કાર્યો અને રૂ.49 કરોડના ખર્ચે ડ્રીમ સિટી લિમિટેડના વિવિધ કાર્યોનો સમાવેશ થાય છે, જ્યારે ખાતમુહુર્તના કાર્યોમાં રૂ.924 કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના, રૂ.825 કરોડના ખર્ચે કન્વેન્શનલ બેરેજ, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારના વિવિધ ગામોમાં નલ સે જલ યોજના હેઠળ રૂ.480 કરોડના ખર્ચે નિર્માણ થનારી પાણી પુરવઠા યોજના વગેરે જેવા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
10 વિવિધ વિભાગોના રૂ.5400 કરોડથી વધુના વિકાસકાર્યોનું પણ થશે લોકાર્પણ-ખાતમુહુર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના આ પ્રવાસ દરમિયાન દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓ વડોદરા, નવસારી, ભરૂચ, તાપી, વલસાડ, પંચમહાલ, સુરત, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, અને નર્મદામાં 10 વિવિધ વિભાગોના રૂ.5400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ જિલ્લાઓમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, માર્ગ અને મકાન, જળ સંસાધન અને જળ વિતરણ, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગ, ગૃહ, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના 55 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસની આ લાંબી શ્રેણીમાં રેલવેના રૂ.1100 કરોડથી વધુના વિકાસ કાર્યો પણ સામેલ છે. આ રેલવે પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓને ફાયદો થશે.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક
કચ્છ

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

Editor By Editor 21 hours ago
રવિવાર રકત રંજીત : સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત ચાર હત્યા
મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ
BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ
કણસાગરા મહિલા કોલેજ ખાતે NSSનો વિદાય સમારોહ સંપન્ન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?