વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવતીકાલથી એટલે કે, શનિવારથી શરૂ થઈ રહેલી અમેરિકાની ત્રણ દિવસીય મુલાકાતમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા સભ્ય દેશો વચ્ચે સહકાર વધારવા, યુક્રેન-ગાઝામાં સંઘર્ષનો ઉકેલ શોધવા અને ગ્લોબલ સાઉથની ચિંતાઓને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત થશે
PM મોદી ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં વાર્ષિક ક્વાડ સમિટમાં ભાગ લેશે. આ સિવાય PM મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વાર્ષિક ક્વાડ સમિટને સંબોધિત કરશે. ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરતી ટોચની અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પણ થશે. આ સિવાય અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને અન્ય ઘણા વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત થશે.
ગાઝા અને યુક્રેનમાં સંઘર્ષો પર વાતચીત
PM મોદી પહેલા વિલ્મિંગ્ટન પહોંચશે, જ્યાં તેઓ યુએસ પ્રેસિડેન્ટ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદા સાથે 21 સપ્ટેમ્બરે ક્વાડ સમિટમાં ભાગ લેશે. વિલ્મિંગ્ટન જો બાઈડનનું વતન છે. આ સાથે જ PM મોદી ગાઝા અને યુક્રેનના સંઘર્ષો પર ચર્ચા કરવા ઉપરાંત, ક્વાડ સમિટમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા સભ્ય દેશો વચ્ચે સહકાર વધારવાના માર્ગો પર ચર્ચા પણ કરી શકે છે.
નવી પહેલોની જાહેરાત કરવામાં આવશે
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે અમને આશા છે કે ઘણી નવી પહેલોની જાહેરાત કરવામાં આવશે. ક્વાડ લીડર્સ દર્દીઓ અને તેમના પરિવારો પર કેન્સરની અસરને રોકવા, શોધી કાઢવા, સારવાર કરવા અને ઘટાડવા માટે મહત્વાકાંક્ષી નવી યોજના શરૂ કરશે. મિસરીએ કહ્યું કે ક્વાડ સમિટ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સ્થિરતા પર વિશેષ ધ્યાન આપશે. તેમણે કહ્યું કે તમામ નેતાઓ સ્વાસ્થ્ય સુરક્ષા, ક્લાઈમેટ ચેન્જ, ઉભરતી ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, આતંકવાદ વિરોધી અને માનવતાવાદી સહાય અંગે ચર્ચા કરશે.
માનવતાવાદી સહાય અંગે ચર્ચા કરશે
મિસરીએ કહ્યું કે ક્વાડ સમિટ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સ્થિરતા પર વિશેષ ધ્યાન આપશે. તેમણે કહ્યું કે નેતાઓ સ્વાસ્થ્ય સુરક્ષા, ક્લાઈમેટ ચેન્જ, ઉભરતી ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, આતંકવાદ વિરોધી અને માનવતાવાદી સહાય અંગે ચર્ચા કરશે.


