- સ્મૃતિ ઇરાનીએ CAAનોકાયદો સાચો ગણાવ્યો
- સ્મૃતિ ઇરાનીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર
- કહ્યું વોટ બેંકની રાજનીતિ કરવા સમુદાયોને ઉશ્કેરવાનો પ્રયાસ
વિરોધ પક્ષોના વિરોધ અને ટીકા વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ CAAને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ મંગળવારે મંગળવારે પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં હાજરી આપ્યા અગાઉ તેમણે સીએએને સમર્થન આપતા મહત્વની વાત કરી હતી.
પીએમ મોદીનો નિર્ણય યોગ્ય- સ્મૃતિ ઇરાની
તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોના હિંદુ, શીખ અને જૈન સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવશે, જે પીએમ મોદી દ્વારા પૂર્ણ કરવામાં આવેલ વચન છે. સાથે TMC પર પ્રહાર કરતા જણાવ્યુ કે તેઓ વોટ બેંક માટે કેટલાક સમુદાયોને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે પરંતુ સમગ્ર ભારત જાણે છે કે પીએમ મોદીનો આ નિર્ણય યોગ્ય છે.
મમતા બેનર્જીએ કર્યા હતા પ્રહાર
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સીએએ નોટિફિકેશન પર મોદી સરકારની ટીકા કર્યાના એક દિવસ પછી આ ટિપ્પણીઓ આવી છે, આરોપ લગાવ્યો હતો કે આ એક ચૂંટણી યુક્તિ છે અને સીએએ હેઠળ નાગરિકતા માટે અરજી કરનાર કોઈપણને “ગેરકાયદેસર સ્થળાંતર” તરીકે લેબલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગઈ કાલે CAAનો અમલ કર્યો હતો જેને લઇને મમતા બેનર્જીએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મને તેની કાયદેસરતા અંગે શંકા છે. આ અંગે સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા નથી. આ માત્ર ચૂંટણી પહેલા એક યુક્તિ છે.


