લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય નેતાઓના આંટાઓફેરા વધી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીનો પણ ચાર દિવસનો ગુજરાત પ્રવાસ ગોઠવાઈ ચૂક્યો છે. જાણકારી મુજબ PM મોદી આગામી 22 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ગુજરાતના પ્રવાસે આવી શકે છે. જો કે વડાપ્રધાન મોદીના આ પ્રવાસ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામા આવી નથી. મોદીના 4 દિવસના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ 22 ફેબ્રુઆરીએ અમદાવાદ, તરભ, નવસારી અને કાકરાપાળમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
વડાપ્રધાન મોદી 22મી ફેબ્રુઆરીએ મહેસાણાના વિસનગર પાસે આવેલા તરભના વાળીનાથ ધામમાં મહાશિવલિંગ, સુર્વણ શિખર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે.
22 તારીખે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પશુપાલકો, ખેડૂતોનું સંમેલન યોજાશે જેમાં ખેડૂત સંમેલનને સંબોધશે આ પછી, તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રાત્રિ આરામ કરશે.
22 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેમના ડ્રીમ પ્રોજેક્ટ સમા જલાલપોર તાલુકાના વાંસી ગામે 1,141 એકર જમીનમાં સાકાર થનારા મેગા-ઇન્ટિગ્રેટેડ એપરલ પાર્કનું ખાતમુહૂર્ત કરાશે.જેની સાથે જ PM અંદાજે 15 હજાર કરોડના પ્રકલ્પોનું પણ લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે. 23 ફેબ્રુઆરીએ, પીએમ સંત ગુરુ રવિદાસ જયંતિના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
24 અને 25 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના પ્રવાસે જ્યા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અહીં મોદી જામનગર, દ્વારકા, રાજકોટને વિકાસકામોની ભેટ આપશે. 24 ફેબ્રુઆરીએ દ્વારકામાં જ રાત્રી રોકાણ કરશે ત્યાર બાદ સવારે દ્વારકાધીશના દર્શન કરશે. 25 ફેબ્રુઆરીએ PM સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે ત્યાર બાદ બપોરે રાજકોટ પહોંચશે અહીં રાજકોટ AIIMS અને અટલ સરોવરનું ઉદ્ઘાટન કરશે