- આગામી નવ જૂને શપથ ગ્રહણ કર્યા બાદ નરેન્દ્ર મોદી ઈટાલી જશે
- ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ નરેન્દ્ર મોદીને ઈટાલી આવવા આમંત્રણ આપ્યું હતું
- નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં દક્ષિણ એશિયન દેશના નેતા શપથ ગ્રહણમાં સામેલ થશે
દેશના પદનામિત પીએમ નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર પીએમ પદના શપથ ગ્રહણ કરવાના છે. શપથ ગ્રહણ કર્યાના થોડાક દિવસો પછી પીએમ પોતાની પ્રથમ વિદેશ યાત્રા પર ઈટાલી જઈ શકે છે. નરેન્દ્ર મોદી નવમી જૂને દિલ્હીમાં શપથ લઈ શકે છે. જ્યાં દક્ષિણ એશિયન દેશના નેતા ભવ્ય શપથ ગ્રહણના સાક્ષી બનશે.
વડાપ્રધાન પદના શપથ લીધા બાદ પીએમ ઈટાલીના રોમ જવા રવાના થશે. અહીં 13 અને 14 જૂને ગૃપ ઑફ સેવન એટલે કે જી-7 દેશોની બેઠક મળવા જઈ રહી છે. આની અગાઉ પીએમ મોદી ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.
મહત્ત્વનું છે કે જયોર્જિયા મેલોની એવા પ્રથમ નેતાઓમાના એક છે જેઓને પીએમ મોદીને લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજીવાર જીત મળ્યા પછી શુભકામના પાઠવી હતી. મેલોનીએ ઈટાલી અને ભારત વચ્ચે નિરંતર સહયોગમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બંને દેશ વચ્ચે મજબૂત સંબંધોને પ્રદર્શિત કરવાનું કામ કર્યું. ઉલ્લેખનીય છે કે એક જવાબમાં નરેન્દ્ર મોદીએ પોતાની જ્યોર્જિયા મેલોનીના ટવિટનો જવાબ આપતા તેમના પ્રત્યે આભાર દર્શાવ્યો હતો. અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત-ઈટાલી રણનીતિક ભાગીદારીને ઊંડી કરવા તેઓ કટિબદ્ધ છે.
G7 બેઠકમાં ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષ જોડાશે
મહત્ત્વનું છે કે, આ વર્ષે જી-7 શિખર સંમેલનનું આયોજન 13-15 જૂને અપુલિયાના બોર્ગો એગ્નાઝિયામાં આયોજિત કરાશે. આ કાર્યક્રમમાં સાત સભ્ય દેશોના નેતાઓની સાથે યુરોપિયન યુનિયન તેમજ યુરોપિયન સંઘનું પ્રતિનિધિત્વ કરનાર યુરોપિયન પંચના અધ્યક્ષ પણ જોડાશે. આ કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, કનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો, યુકેના પીએમ ઋષિ સુનક, ફ્રાંસ, જાપાન, જર્મનીના વડા હાજર રહેશે.


