- આવાસ લોકાર્પણ કાર્યક્રમમાં 182 વિધાનસભા ક્ષેત્રો સહભાગી થયા
- વર્ચ્યુઅલ સંવાદની સાથે મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમ નિહાળ્યો એ પ્રથમ ઘટના
- બનાસકાંઠાના ડીસા ખાતે રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં શનિવારે આવાસ લોકાર્પણ અને ખાતમૂહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો, આવાસ લોકાર્પણ-ખાતમુહૂર્તના આ ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતના તમામ 182 વિધાનસભા ક્ષેત્રો સહભાગી થયા હતા. વડાપ્રધાન મોદીએ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ સાધ્યો હતો અને એ પછી સંબોધન કર્યું હતું. આ ઐતિહાસિક કાર્યક્રમમાં વડાપ્રધાને એક સાથે 10 લાખ લોકોને વર્ચ્યુઅલી સંબોધન કરવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
ગુજરાતમાં રૂ. 2,993 કરોડના ખર્ચે નિર્માણ પામેલા કુલ 1.31 લાખથી વધુ આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્તનો શનિવારે કાર્યક્રમ યોજાયો હતો, બનાસકાંઠાના ડીસા ખાતે રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, કુલ 173 વિધાનસભા ક્ષેત્રોમાં વર્ચ્યુઅલ સંવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો, બાકીના નવ વિધાનસભા ક્ષેત્રો એક સાથે બનાસકાંઠાના ડીસા મુકામે ધારાસભ્યો સહિત સ્થાનિક આગેવાનો, નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા, દરેક વિધાનસભા ક્ષેત્રો પર મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જામ્યો હતો, આ સાથે જ 26 લોકસભાના જે કાર્યાલય ખોલવામાં આવ્યા છે ત્યાં પણ એલઈડી સ્ક્રીન મૂકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો હતો, એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમ નિહાળ્યો અને એમાં પણ વર્ચ્યુઅલ સંવાદ કર્યો એ પ્રથમ ઘટના છે, એક સાથે 10 લાખ લોકોને વર્ચ્યુઅલ સંબોધનનો રેકોર્ડ સ્થાપિત થયો છે.મહત્ત્વનું છે કે, તમામ વિધાનસભા ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ, સાંસદ સી.આર. પાટીલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.


