- જવાનો સાથે પીએમ મોદીએ ઉજવી દિવાળી
- હિમાચલના લેપ્ચા પહોંચ્યા પીએમ મોદી
- દિવાળી પર્વની પાઠવી શુભકામના
આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. પીએમ રવિવારે સવારે નેપાળની સરહદે હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા અને સૈનિકોને દિવાળીની શુભેચ્છા પાઠવી. 2014માં વડાપ્રધાન બન્યા બાદ મોદી પહેલીવાર સિયાચીન ગયા હતા. 2022માં તેણે કારગીલમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.