વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી લોકસભા સીટ માટે ઉમેદવારી નોંધાવશે. પીએમ મોદીના આગમનને લઈને પોલીસ કમિશનરેટ વારાણસી દ્વારા ટ્રાફિક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. એડવાઈઝરીમાં પોલીસે જણાવ્યું છે કે પીએમના આગમનને ધ્યાનમાં રાખીને મંગળવારે કેટલાક સમય સુધી રસ્તાઓ બંધ રહેશે. PM મોદીના ઉમેદવારી પત્ર ભરતા સમયે 20 કેન્દ્રીય મંત્રીઓ અને 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત NDAના ઘણા મોટા નેતાઓ સામેલ થશે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


