- દેશને જાણો કાર્યક્રમ હેઠળ 250 બાળકો આવ્યા દિલ્હી
- જમ્મુ કાશ્મીરના 250 બાળકો સાથે પીએમ મોદીએ કરી વાત
- પીએમ મોદીને મળીને બાળકો થયા ખુશખુશાલ
PM મોદીએ રવિવારે ‘વતન કો જાનો’ કાર્યક્રમ હેઠળ જમ્મુ અને કાશ્મીરના લગભગ દરેક જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા લગભગ 250 વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત તેઓ દેશનો પ્રવાસ કરી રહ્યા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓ વંચિત પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેઓએ કહ્યું કે અત્યાર સુધી તેઓ જયપુર, અજમેર અને દિલ્હી જઈ ચુક્યા છે.
શું છે કાર્યક્રમનો ઉદ્દેશ્ય ?
જમ્મુ અને કાશ્મીરના યુવાનો અને બાળકોને દેશ વિશે એક્સપોઝર મળે તે માટેનો આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે. ત્યારે પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન ઘણા વિદ્યાર્થીઓએ તેમના વિચારો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ તેમને દેશને જાણવાની હાકલ કરી હતી. આ કાર્યક્રમ રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યોજાયો હતો. આ પ્રવાસનો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્થીઓને દેશના અન્ય ભાગોનો પરિચય કરાવવાનો છે.
વિવિધ સંસ્કૃતિ અને વિવિધતાનો પરિચય કરાવ્યો
PM મોદીએ આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે પોતાના વિચારો શેર કર્યા હતા. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને જમ્મુ કાશ્મીર અને વિભિન્ન ભાગોમાં તેમની યાત્રા અંગે જાણકારી મેળવી હતી. પીએમ મોદીએ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. મહત્વનું છે કે આ પહેલા સમાજ કલ્યાણ વિભાગના કમિશનર સચિલ શીતલ નંદાએ જમ્મુ કાશ્મીરના તમામ જિલ્લાઓમાં પસંદગી પામેલા 250 બાળકોના એક સમૂહને વતન કો જાનો કાર્યક્રમ હેઠળ 12 દિવસની એક્સપોઝર મીટિંગ માટે જયપુર અને નવી દિલ્હી લાવ્યા હતા. આ પ્રવાસનો ઉદ્દેશ યુવાનોને દેશની સાંસ્કૃતિક અને સામાજિક વિવિધતાનો પરિચય કરાવવાનો છે. ‘દેશને જાણો’ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકો ખૂબ જ ખુશ હતા અને પીએમ મોદીને મળ્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.


