- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી
- PM મોદીએ ‘મેં મોદી કા પરિવાર હું’ અભિયાન શરૂ કર્યું
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આને લગતો એક વીડિયો શેર કર્યો
લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. PM મોદીએ ‘મેં મોદી કા પરિવાર હું’ અભિયાન શરૂ કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આને લગતો એક વીડિયો શેર કર્યો છે.
PM મોદીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી
PM મોદીએ X પર વીડિયો શેર કર્યો અને લખ્યું- ‘મારું ભારત, મારો પરિવાર.’ આ અભિયાનના વીડિયોમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અભિયાનને ‘હું મોદીનો પરિવાર છું’ નામ આપવામાં આવ્યું છે.
PM મોદીના સમર્થનમાં સોશિયલ મીડિયા એકાઉન્ટનો ‘બાયો’ બદલાયો
ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ યાદવે PM મોદીના પરિવાર પર ટિપ્પણી કરી હતી. આ પછી ભાજપે લાલુ પ્રસાદના નિવેદન પર પ્રહારો કર્યા અને પાર્ટીના નેતાઓએ PM મોદીના સમર્થનમાં તેમના એક્સ એકાઉન્ટનો ‘બાયો’ બદલી નાખ્યો. ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પર પોતાના નામની આગળ ‘મોદીનો પરિવાર’ લખી દીધું હતું. પાર્ટીએ આ અભિયાન 10 દિવસ પહેલા (6 માર્ચ) શરૂ કર્યું હતું. હકીકતમાં, 3 માર્ચે પટનામાં મહાગઠબંધનની રેલીમાં લાલુ યાદવે કહ્યું હતું કે PM પરિવારવાદ પર હુમલો કરે છે, પરંતુ તેમનો પોતાનો પરિવાર નથી. આના જવાબમાં ભાજપે આ આ પછી બીજેપી નેતાઓએ પોતાની એક્સ પ્રોફાઇલ પર પોતાના નામની આગળ ‘મોદીનો પરિવાર’ લખવાનું શરૂ કર્યું.
મોદીએ કહ્યું- મેં મારું બાળપણનું ઘર દેશ માટે છોડી દીધું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેલંગાણામાં RJD ચીફ લાલુ પ્રસાદ યાદવના ‘પરિવાર’ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું- ‘હું તેમને કહેવા માંગુ છું કે મારો દેશ, 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે. જ્યારે પણ હું વંશવાદની રાજનીતિની વાત કરું છું ત્યારે વિપક્ષના લોકો કહે છે કે મોદીનો કોઈ પરિવાર નથી.
તેમણે કહ્યું કે હું બાળપણમાં દેશવાસીઓ માટે ઘર છોડીને ગયો હતો અને તેમના માટે મારું જીવન વિતાવીશ. PMના ભાષણના થોડા સમય પછી, અમિત શાહ, જેપી નડ્ડા, સ્મૃતિ ઈરાની, જ્યોતિરાદિત્ય સિંધિયા, શિવરાજ સિંહ ચૌહાણ અને કિરેન રિજિજુ જેવા મોટા બીજેપી નેતાઓએ તેમના પ્રોફાઇલ નામ બદલી નાખ્યા.


